રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા કારબાઈડ થી પકવેલ કેરીનો જથ્થો પકડી પાડેલ છે

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા કારબાઈડ થી પકવેલ કેરીનો જથ્થો પકડી પાડેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગ થી અમાન્ય રીતે કેરી પકવવા અંગે ચાલી રહેલ ચેકીંગ ઝુમ્બેશ અંતર્ગત આજ રોજ નીચે જણાવેલ સ્થળે ચેકીંગ દરમ્યાન કેલ્શિયમ કારબાઇડનો જથ્થો મળી આવેલ છે. રોયલ ફ્રુટ, રમીઝભાઈ મુસ્તકભાઈ બુખારી, હનુમાનમઢી ચોક પાસે, એરપોર્ટ રોડ તરફ, રાજકોટ. કેલ્શિયમ કારબાઇડ-૨.૫ kg કેરી-૧૬૦૦ kg ફૂડ વિભાગની ટીમ દ્વારા તમામ જથ્થો જપ્ત કરી નાશ કરાવવા કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ

Read More

મોરબીના ડીડીઓ ખટાણા ની નિવૃત્તિ, નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવ ની નિમણુંક 

મોરબીના ડીડીઓ ખટાણા ની નિવૃત્તિ, નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવ ની નિમણુંક 

મોરબી, મોરબી જિલ્લાના ડી.ડી.ઓ એસ એમ ખટાણા 31મી મે ના રોજ વય મર્યાદાને લીધે નિવૃત થતા તેમને જીલ્લા પંચાયત ના અધિકારીઓને , પદાધિકારીઓ દ્વારા સૌ સાથે મળી વિદાય આપવામાં આવ્યું  અને તેમની જગ્યાએ મોરબીના ડીડીઓ તરીકે હાલમાં પરાગભાઈ ભગદેવ ને મૂકવામાં આવ્યા. છેલ્લા ત્રણ વર્ષથી મોરબી જિલ્લા માં ડીડીઓ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ખટાણા એ ૩૧મી તારીખે ફરજ પરથી નિવૃત થયા. વધુમાં દરેક કર્મચારી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સારી રીતે કામગીરી કરી હોવાથી એમનો કાર્ય કરવાની પ્રવૃત્તિ મોરબી ના લોકો માટે યાદગાર બની રહેશે એમ જણાવ્યુ. મોરબીના ડીડીઓ નિવૃત થતાની સાથે…

Read More

ભાવનગર માં વાવાઝોડુ – વીજળી સાથે વરસાદ

ભાવનગર માં વાવાઝોડુ – વીજળી સાથે વરસાદ

ભાવનગર, * ભાવનગર પંથકમાં વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો * અસહ્ય ગરમી બાદ કમોસમી વરસાદ પડ્યો * ભાવનગરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો * અનેક વિસ્તારોમાં લાઈટ બંધ , વાવાઝોડા થી પતરાવાળા મકાનો ને મોટું નુકશાન થયુ, ખેતી કરતા ખેડુતો પાકમા તેમજ કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડા થી મોટું નુકશાન થયું. રિપોર્ટર: મયુર જાની, ભાવનગર

Read More

ગઢડા તાલુકાના ભીમડાદ ગામે અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન

ગઢડા તાલુકાના ભીમડાદ ગામે અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન

ગઢડા, તા 31/05/2020 અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ગઢડા તાલુકાના ભીમડાદ ગામે કરવામાં આવ્યું હતુ . તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી વીર માંધાતા સંગઠન ભાવનગર અધ્યક્ષ રાજુભાઈ સોલંકી બોટાદ જિલ્લા પ્રમુખ ભાજપ સુરેશભાઈ ગોધાણી, કોળી સમાજ અગ્રણી કાંતિભાઈ ચૌહાણ, સિહોર અને અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત )સંગઠન ની બોટાદ જિલ્લા ની પૂરી ટીમે હાજરી આપી અને ઘણા બધા મહેમાનોએ આમંત્રણને માન આપીને આ બ્લડ કેમ્પમાં રક્તદાન મા પણ ભાગ લીધો હતો.   રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More