ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મામાં સ્ટેશન વિસ્તારમાં રહેતા પટેલ હિતેશભાઈ પ્રવીણભાઈ પોતાની બાઈક પેશન-પ્રો પોતાના ઘરની બહાર રાત્રીના સમયે ઊભી કરી હતી. બાઈક નંબર જીજે ૦૯સીજે૦૭૨૩ ને રાત્રી ના ૨:૩૦ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા બે શખ્સ બાઈક લઈ પલાયન થઇ ગયા. ખેડબ્રહ્મામાં સ્ટેશન વિસ્તારમાં રહેતા કે. ટી. ટ્રેડિંગ ના નામે જાણીતી જૂની પેઢી માં કરતા માણસ યે પોતાની બાઈક હીરો સ્પ્લેન્ડર પોતાની દુકાન આગળ ઊભી કરી રાત્રી ના સમયે ઘરે ગયા હતા અને રાતે ૨ વાગ્યા ના સુમારે બે શખ્સ ત્યાં આવી બાઈક જોઈ ચાવી નો જુમખો કાઢી અનેક ચાવી લગાવી ચાલુ કરી…
Read MoreDay: June 7, 2020
ખારાકૂવા ફ્રેશ ફીશ મર્ચન્ટ એસો.ની ગુજરાત ના મત્સ્ય અને પર્યટન વિભાગના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ને ખારાકૂવા ની સ્થિતિ વિશે રજૂઆત
ગીર સોમનાથ, તા.5/6/2020 ના રોજ મત્સ્યઉધોગ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા ના નિવાસ સ્થાને જૂનાગઢ મુકામે મુલાકાત કરી અને લેખિત તેમજ મૌખિક મા રજૂઆત કરેલ – 70 વર્ષથી પણ જૂનું આ માછલી વેચાણ કેન્દ્ર છે જે ગુજરાત નું સૌથી મોટું કેન્દ્ર છે જ્યાં 400 જેટલા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે જેમાં 15000 જેટલા લોકોનું રોજગાર સામેલ છે, 750 કરોડ જેટલું ટર્ન ઓવર આ ખારાકૂવા વિસ્તારમાં થાય છે અને સમગ્ર ગુજરાત અને ભારતભરના લોકલ માર્કેટ મા અહીંથી વેચાણ માટે મોકલવામાં આવે છે, દરિયા સાથે જોડાયેલ વ્યવસાય હોવા છતા સરકાર તરફથી કોઈપણ જાતની…
Read Moreરાજકોટ શહેર નાણાવટી ચોક પાસે મહિલાની હત્યાના ગુનામાં વધુ પાંચની ધરપકડ
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાણાવટી ચોક નજીક આવેલા આવાસ યોજનાના કવાર્ટર નંબર.૨૭૭ રહેતી શબાનાબેન ફિરોજભાઇ અને તેમના જેઠાણી મુમતાઝબેન હનિફભાઇ જુણેજા પર તેના પાડોશમાં રહેતા હુસેનભાઇ તેની પત્ની જીન્નતબેન તેના પુત્ર સદામ અને પુત્રી નાઝીમે છરી,પાઇપ અને કુકરના ઠાકણાથી માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા મુમતાઝબેન જુણેજાનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે જીન્નતબેન હુસેન અને તેની પુત્રી નાઝમી હુસેનની પોલીસે ધરપકડ કર્યા બાદ હુસેન ઉર્ફે ઢીંકી કાસમ મંગળીયા અને તેના પુત્ર સદામ હુસેન મંગલીયાની યુનિર્વસિટી…
Read Moreરાજકોટ શહેર નીલસીટી રિસોર્ટ પહોંચેલા બાબુભાઈ વાજાનું મોટું નિવેદન. વ્યક્તિગત ૧૫ કરોડની ઓફર આપવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ધારાસભ્ય બાબુભાઈ, તેમજ પુંજાભાઈ અને પ્રતાપભાઈ દૂધાતએ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે અંગે મીડિયા સામે નિવેદન આપ્યું હતું. ત્યારે રાજકોટ રિસોર્ટ પહોંચેલા બાબુભાઈ વાજાનું મોટું નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, B.J.P દ્વારા રણનીતિ બદલીને ખાલી પડેલી જગ્યા ભરવા માટે તેમજ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તેઓ કોંગ્રેસના ઉમેદવારોને રાજીનામું આપવા માટે અનેક ઓફરો તેમજ મોટા હોદા આપવામાં આવશે તેવું કહીને પોતાની ખાલી સીટ ભરી રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે અટવાયેલા ફાઇલ કલીયર કરાવી દેવાની તેમજ કોઈને નોકરી વ્યવસાય ચડાવા હોય…
Read Moreરાજકોટ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા. અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં P.G.V.C.L ની બેદરકારી સામે આવી
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં મોડી રાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અચાનક ભારે પવન ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમુક વિસ્તારમાં હળવો વરસાદ આવ્યો હતો. વીજળીના ચમકારા કડાકા-ભડાકા સાથે અમુક વિસ્તારમાં લાઇટ બંધ થઈ હતી. ઘણા ખરા વિસ્તારમાં લાઇટ ગુલ થવાના કારણે P.G.V.C.L ની ઘોર બેદરકારી સામે આવી છે. કોઈ વિસ્તારમાં સબ સ્ટેશન બળી ગયાની ફરિયાદ નોંધી હતી. તો કોઈ વિસ્તારમાં લાઇટના ડયા ઉડી ગયા હતા. વરસાદ શરૂ થતાજ થોડી વારમાં થાંભલા ઉપર કડાકા-ભડાકા થયા હતા. રાજકોટમાં વીજળીના કડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા…
Read More