ખારાકૂવા ફ્રેશ ફીશ મર્ચન્ટ એસો.ની ગુજરાત ના મત્સ્ય અને પર્યટન વિભાગના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ને ખારાકૂવા ની સ્થિતિ વિશે રજૂઆત

ગીર સોમનાથ,

તા.5/6/2020 ના રોજ મત્સ્યઉધોગ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા ના નિવાસ સ્થાને જૂનાગઢ મુકામે મુલાકાત કરી અને લેખિત તેમજ મૌખિક મા રજૂઆત કરેલ – 70 વર્ષથી પણ જૂનું આ માછલી વેચાણ કેન્દ્ર છે જે ગુજરાત નું સૌથી મોટું કેન્દ્ર છે જ્યાં 400 જેટલા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે જેમાં 15000 જેટલા લોકોનું રોજગાર સામેલ છે, 750 કરોડ જેટલું ટર્ન ઓવર આ ખારાકૂવા વિસ્તારમાં થાય છે અને સમગ્ર ગુજરાત અને ભારતભરના લોકલ માર્કેટ મા અહીંથી વેચાણ માટે મોકલવામાં આવે છે, દરિયા સાથે જોડાયેલ વ્યવસાય હોવા છતા સરકાર તરફથી કોઈપણ જાતની સહાય આ યુનિટ ને આપવામાં આવતી નથી, વાયુ તૂફાન તેમજ લાંબા લોકડાઉન ના કારણે ખારાકૂવાના વેપારીઓને ખૂબ મોટા પાયે નુકશાન થયેલ છે, સરકાર તરફથી સર્વેક્ષણ થાય અને ખારકવા યુનિટ ને આર્થિક નુકશાન માટેનું વળતર મળવું જોઈએ, ભારત સરકાર તરફથી જાહેર થયેલ મત્સ્ય સંપદા યોજના હેઠળ ખારાકૂવા વેપારીઓને થયેલ નુકશાન માટે રાહત પેકેજ આપવું જોઈએ, સરકાર તરફથી માછીમારી કરતા લોકોને જે સહાય આપવામાં આવે છે તે સહાય ખારાકૂવા ના વેપારીઓને પણ મળવી જોઈએ, જુદા જુદા પ્રકારની સબસીડી ખારાકૂવા વેપારીગણ ને જો આપવામાં આવે તો આ યુનિટ ખૂબ પ્રગતિ કરે અને વધુ સધ્ધર થાય અને ગુજરાત રાજ્યમાં તેની વધુ પ્રગતિ થાય તેવી ભરપૂર શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત ઘણી લોક ઉપયોગી રજૂઆત ખારાકૂવા પ્રમુખ રફીકભાઈ મૌલાના ઉપપ્રમુખ ભગવાન ભાઈ અને અફઝલ સર દ્વારા રજૂઆત કરેલ હતી ત્યારે મંત્રી જવાહરભાઈ ચાવડા એ ખાત્રી આપેલ છે કે તે ટૂક સમયમાં ખારા કૂવા ની રૂબરૂ મુલાકાત લઈને જે કઈ શકય હશે તે ખારાકૂવા વિસ્તાર માટે કરશે.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment