ખેડબ્રહ્મા માં એક જ રાતમાં બે બાઈક ચોરી થતાં અફરાતફરી……

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મામાં સ્ટેશન વિસ્તારમાં રહેતા પટેલ હિતેશભાઈ પ્રવીણભાઈ પોતાની બાઈક પેશન-પ્રો પોતાના ઘરની બહાર રાત્રીના સમયે ઊભી કરી હતી. બાઈક નંબર જીજે ૦૯સીજે૦૭૨૩ ને રાત્રી ના ૨:૩૦ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા બે શખ્સ બાઈક લઈ પલાયન થઇ ગયા.

ખેડબ્રહ્મામાં સ્ટેશન વિસ્તારમાં રહેતા કે. ટી. ટ્રેડિંગ ના નામે જાણીતી જૂની પેઢી માં કરતા માણસ યે પોતાની બાઈક હીરો સ્પ્લેન્ડર પોતાની દુકાન આગળ ઊભી કરી રાત્રી ના સમયે ઘરે ગયા હતા અને રાતે ૨ વાગ્યા ના સુમારે બે શખ્સ ત્યાં આવી બાઈક જોઈ ચાવી નો જુમખો કાઢી અનેક ચાવી લગાવી ચાલુ કરી બાઈક લઇ પલાયન થયા,  એક જ વિસ્તારમાં બે બાઈક ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે . આમ બને યુવાન સી.સી.ટીવી. ફૂટેજ માં નજરે પડયા, આ બાઈક ચોરી ની ફરિયાદ ખેડબ્રહ્મામાં પોલિસ સ્ટેશન પર કરવામાં આવી છે. પોલિસ સી સી ટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરશે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment