રાજકોટ,
રાજકાર શહેરમા છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર પોલીસ કમિશનરને ફરિયાદ મળી રહી હતી કે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ જવાનો ચાલુ ફરજે પોતાના ઘરે જતા રહે છે. તેમજ ચાલુ ફરજે અન્યત્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા હોય છે. જેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર કે જે ટેકનો લવર તેમજ ટેકનો સેવરના ઉપનામથી પ્રખ્યાત છે તેવા મનોજ અગ્રવાલે ecop નામની એપ્લિકેશન મારફત નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હાજરી પુરવાનું ફરજિયાત બનાવ્યું છે અને જ્યારે આ એપ્લીકેશન ડાઉનલોડ કરનાર પોલીસ અધિકારી તેમજ જવાને મોબાઇલમાં જીપીએસ અને મેપ ચાલુ રાખવા ફરજીયાત છે. નાઇટ પેટ્રોલીગમાં રહેલા સ્ટાફે દર એક કલાકે પોતે જે વિસ્તારમાં હોય ત્યાં ઉભા રહી પોતાના ફોટા સાથે હાજરી પૂરવી પડશે. અને જ્યારે ફોટો અપલોડ થતાં જ તે ક્યા વિસ્તારમાં છે અને રાતથી સવાર સુધી કેટલા કિલોમીટર પેટ્રોલિંગ કર્યું એની એપ્લીકેશનમાં ઓટોમેટીક નોંધ થઇ જશે.
રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ