રાજકોટ શહેર નાણાવટી ચોક પાસે મહિલાની હત્યાના ગુનામાં વધુ પાંચની ધરપકડ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાણાવટી ચોક નજીક આવેલા આવાસ યોજનાના કવાર્ટર નંબર.૨૭૭ રહેતી શબાનાબેન ફિરોજભાઇ અને તેમના જેઠાણી મુમતાઝબેન હનિફભાઇ જુણેજા પર તેના પાડોશમાં રહેતા હુસેનભાઇ તેની પત્ની જીન્નતબેન તેના પુત્ર સદામ અને પુત્રી નાઝીમે છરી,પાઇપ અને કુકરના ઠાકણાથી માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા મુમતાઝબેન જુણેજાનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે જીન્નતબેન હુસેન અને તેની પુત્રી નાઝમી હુસેનની પોલીસે ધરપકડ કર્યા બાદ હુસેન ઉર્ફે ઢીંકી કાસમ મંગળીયા અને તેના પુત્ર સદામ હુસેન મંગલીયાની યુનિર્વસિટી પી.આઇ.ઠાકર, પી.એસ.આઇ. રબારી અને રાજેશભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. હત્યાનાં બનાવમાં વધુ પ શખ્સોની સંડોવણી હોવાનું ખુલતા યુનિવર્સિટી પોલીસ મથકનાં સ્ટાફે જીન્નત હુસેન, કાસમ મંગળીયા, નાઝમી ઉર્ફે નાઝુ હુસેન મંગળીયા, ફિઝા હુસેન મંગળીયા, જયેન્દ્ર ઉર્ફે જીગો દિલીપ ભટ્ટી અને મિલન કિરીટ ડાભીનાં નામ ખુલતા પોલીસે તેમની પણ ધરપકડ કરતા કુલ નવ આરોપીની હત્યામાં સંડોવણી હોવાનું ખુલ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment