રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર બે વર્ષના બાળક વેદ ઝિંઝુવાડીયાનું બ્રેઇન ડેડ થતાં તેના ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા હતા. જેમાં વેદની બે કિડની અને બે આંખોને ડોનેશન કરાઈ હતી. વેદની બંને કિડની અમદાવાદના ૧૭ વર્ષના તરૂણના શરીરમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આથી રાજકોટમાં પ્રથમવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે. આજે સવારે ડોક્ટર પ્રાંજલ મોદી, ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા સહિત તબીબોની ટીમે સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ૧૭ વર્ષના તરૂણ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે. તેનું વજન માત્ર ૩૫ કિલો હતું. અને ઘણા સમયથી…
Read MoreDay: June 2, 2020
રાજકોટ શહેર મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે વોંકળાઓની મુલાકાત લીધી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે શહેરના સેન્ટ્રલ ઝોનનાં વોર્ડનં.૨ માં આવેલ એરપોર્ટ ફાટક પાસે, સાંઢીયા પુલ, જામનગર રોડ, ભોમેશ્વરવાડી પાસે તથા વોર્ડનં.૩ માં આવેલ પોપટપરા રેલ્વે નાલા પાસે આવેલ વોંકળાઓની મુલાકાત લીધેલ હતી. ત્રણેય ઝોનનાં નાયબ કમિશનરઓ બી.જી.પ્રજાપતિ, એ.કે.સિંઘ અને સી.કે.નંદાણી, ત્રણેય ઝોનનાં સિટી એન્જી. એમ.આર.કામલીયા, એચ.યુ.દોઢિયા, કે.એસ.ગોહિલ, ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર તથા પી.એ.ટેક.ટુ કમિશનર રસિક રૈયાણી અને આસિ.મેનેજર (કમિશનર વિભાગ) એન.કે.રામાનુજ હાજર રહયા હતા. તેમજ કમિશનર દ્વારા વોંકળા સફાઇ તેમજ પ્રિ-મોન્સુન અન્વયેની જરૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.…
Read Moreરાજકોટ શહેરમાં વાઈનશોપ ખોલવામાં આવી, વાઇનશોપ શરૂ થતા જ લોકો ઊમટી પડ્યા….
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આજથી રાજકોટ શહેરમાં વાઈનશોપ ખોલવામાં આવી છે. વાઇનશોપ શરૂ થતા જ લોકો ઊમટી પડ્યા છે. તેમજ આકરો તાપ હોવા છતાં પણ લોકોએ લાંબી લાઇન લગાવી છે. ત્યારે રાજકોટ જોવા મળ્યા પરમીટ ધારકો અસહ્ય તાપ જોયા વિના લાંબી લાઇન લગાવી જોવા મળ્યા. લોકડાઉનના અટલા દિવસો બાદ વાઈનશોપ ખુલતા પરમીત ધારકો ખુશખુશાલ થઈ ગયા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારના રૂખડીયાપરાના દંપતીને હેરોઇન સાથે ઝડપી પાડતી રાજકોટ શહેર S.O.G પોલીસ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હેરોઇનના સપ્લાય કરનાર શખ્સની ધરપકડ કરી છે. ભેરૈયા ગૌતમ મીણા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જંગલેશ્વરની કુખ્યાત મહિલા સલમા ઉર્ફે ચિનુડીને હેરોઇન સપ્લાય કર્યું હોવાનું આવ્યું હતું. ગયા મહિને સલમા ઉર્ફે ચીનુડી નામની મહિલા ૩૩ ગ્રામ હેરોઇન સાથે ઝડપાઇ હતી. મહિલા આરોપી પાસેથી ૩.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ મહિલાની પૂછપરછ દરમિયાન ભેરૈયા ગૌતમ નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ શખ્સ રાજસ્થાનના સુતપુર ગામેં રહેતો હોવાનું ખુલ્યું હતું. જમશેદ નામનો મુખ્ય આરોપી ફરાર હોવાનું…
Read Moreરાજકોટ શહેરના કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર રાજકોટમાં યથાવત છે. રાજકોટ શહેરમાં આજે ફરી એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં સમરસ ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી લેવાયેલ સેમ્પલમાંથી એક કેસ પોઝિટિવ નોંધાયો છે. રાજકોટના કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સી રહેતી ૨૧ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી. એ સિવાય પણ આજે ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. જસદણના વીરનગર ગામમાં રહેતા ૫૦ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં ૮૪ અને ગ્રામ્યમાં ૩૩ મળી કુલ સંખ્યા ૧૧૭ થઇ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલવારી માટે આજથી દંડનીય કાર્યવાહી શરૂ કરવાના પોલીસ કમિશનરે આપ્યો આદેશ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ સમગ્ર દેશમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પૂરી છુટછાટ આપી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં છૂટછાટને બદલે શહેરમાં વધુ ટ્રાફિક ન થાય અને સરકારના નિયમોનું પાલન થાય તેમજ કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલવારી માટે આજથી દંડનીય કાર્યવાહી શરૂ કરવાના પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે. ચાર રસ્તા ઉપર લેન ડ્રાઇવિંગ પ્રક્રિયા શરૂ કરાશે. સિગ્નલ બંધ હોય ત્યારે વાહનો વચ્ચે પણ અંતર રાખવું પડશે. હાલ લોકોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને ડિટેઇન થયેલા વાહનો અગાઉનો દંડ વસુલવામાં નહીં આવે. વાહનચાલકો પાસેથી બાંહેધરી પત્રક ભરાવાશે.…
Read More