રાજકોટ શહેરના બાળકની કિડનીએ અમદાવાદના ૧૭ વર્ષના તરૂણને નવજીવન આપ્યું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર બે વર્ષના બાળક વેદ ઝિંઝુવાડીયાનું બ્રેઇન ડેડ થતાં તેના ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા હતા. જેમાં વેદની બે કિડની અને બે આંખોને ડોનેશન કરાઈ હતી. વેદની બંને કિડની અમદાવાદના ૧૭ વર્ષના તરૂણના શરીરમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આથી રાજકોટમાં પ્રથમવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે. આજે સવારે ડોક્ટર પ્રાંજલ મોદી, ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા સહિત તબીબોની ટીમે સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ૧૭ વર્ષના તરૂણ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે. તેનું વજન માત્ર ૩૫ કિલો હતું. અને ઘણા સમયથી તે ડાયાલિસિસ પર હતો. રાજકોટના બાળકની કિડનીએ અમદાવાદના ૧૭ વર્ષના તરૂણને નવજીવન આપ્યું છે. સામાન્ય રીતે એક કિડની ડોનેટ કરવાની હોય છે. પરંતુ બાળકની કિડની માટે હાલમાં કોઈ બીજા રિસિવર દર્દી ન હોવાથી બંને કિડની એક દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર , રાજકોટ

Related posts

Leave a Comment