રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ શહીદ કોરોના યૌઘ્ધાને આપી શ્રઘ્ધાંજલી

રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ શહીદ કોરોના યૌઘ્ધાને આપી શ્રઘ્ધાંજલી

રાજકોટ, રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારીને ડામવા રાત-દિવસ અને ૪૪ ડીગ્રી તાપમાનમાં ફરજ બજાવતા એવા કોરોના વોરિયર્સ અમદાવાદ શહેર ટ્રાફીકમાં ફરજ બજાવતા મુકેશભાઇ સોમાભાઇ અને ગાંધીનગર ખાતે ફરજ બજાવતા જુનીયર કલાર્ક હિરેનભાઇ વિષ્ણુભાઇ પ્રજાપતિ કોરોનાના સંક્રમણથી દુ:ખ અવસાન થયું છે. બન્ને કોરોના વોરિયર્સના મૃત્યુના માનમાં તા.૯ જુનના રોજ ૧ર કલાકે શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા અને નાયબ પોલીસ કમિશ્નર શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે એક મીનીટ મૌન પાળી કોવિડ-૧૯ વોરીયર…

Read More

રાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસે થયેલી દર્દનાક દુર્ઘટનામાં થયેલા બને મૃતકોના પરિવારને સહાય માટે મુખ્યમંત્રીએ ૪ લાખની સહાય આપવાની જાહેરાત

રાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસે થયેલી દર્દનાક દુર્ઘટનામાં થયેલા બને મૃતકોના પરિવારને સહાય માટે મુખ્યમંત્રીએ ૪ લાખની સહાય આપવાની જાહેરાત

રાજકોટ, રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસે થયેલી દર્દનાક ઘટનામાં બે બાઈક ચાલકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ગઇ કાલે આજીડેમ ચોકડી પાસે પુલની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી. તે વખતે જ ત્યાંથી અલગ અલગ સ્કૂટર પર નીકળેલા બે યુવાનો દીવાલના ૧૦૦ટન કાટમાળ નીચે દબાઇ ગયા હતા. દિવાલ માથે પડતા જ બને બાઈક ચાલકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં માનસરોવરપાર્કમાં રહેતા વિક્રમ કરણભાઇ વિરડા ઉ.૨૪ અને રાધેકૃષ્ણ સોસાયટીનો ભુપત નાથાભાઇ મિયાત્રા ઉ.૨૫ નું મૃત્યુ થયું છે. તે સ્પસ્ટ કરાયું હતું. આ દુર્ઘટનામાં થયેલા…

Read More

રાજકોટ શહેર ૧૦૦ યુનિટ સુધીના બીલો માફ કરી દેવાની જાહેરાત બાદ આટલા મોટા બીલોથી ગ્રાહકોમાં ભૂકંપ

રાજકોટ શહેર ૧૦૦ યુનિટ સુધીના બીલો માફ કરી દેવાની જાહેરાત બાદ આટલા મોટા બીલોથી ગ્રાહકોમાં ભૂકંપ

રાજકોટ, રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વીજ તંત્રએ મસમોટા બીલો ફટકારતા પ્રજામાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. રાજકોટમાં વીજતંત્રના મીટર રીડરોએ મોટા ભગા વાળતા હજારો લોકોને રેગ્યુલર બીલને બદલે બેથી ત્રણ ગણા બીલ આવતા લોકોમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ. દરેક ગ્રાહક દ્વારા જીઇબીના સબ ડીવીઝન કચેરીમાં ભારે માથાકુટ. ચીફ ઇજનેરો અને રાજકોટ સર્કલના ઇજનેરને કરાતી ફરિયાદો. પાંચ હજારથી માંડી ૧૫ હજાર સુધીના બીલો આપી દેવાયા હોય કોઇપણ ગ્રાહક બીલ ભરી શકે તેવી સ્થિતિ ન હોવાની રજૂઆતો. ૧૦૦ યુનિટ સુધીના બીલો માફ કરી દેવાની જાહેરાત બાદ આટલા મોટા બીલોથી…

Read More

રાજકોટ શહેર વતન ચાલ્યા ગયેલા પરપ્રાંતીયોને ફરી કામે લગાવો, ઉદ્યોગ એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ શહેર વતન ચાલ્યા ગયેલા પરપ્રાંતીયોને ફરી કામે લગાવો, ઉદ્યોગ એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ, રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ઇન્ડસ્ટ્રીયલ એશોશીએશનના પ્રમુખ જયંતીલાલ સરધારા, ઉપપ્રમુખ સંજયભાઇ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઇ બાલધા અને ટ્રેઝરર વિઠ્ઠલભાઇ બુસાએ કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ છે કે હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ-અલગ ઔદ્યોગિક વસાહતો આવેલ છે. ત્યારે કોરોના જેવી મહામારીને કારણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારના શ્રમિકો પરત્વે સંવેદનશીલ અભિગમ દાખવાયેલ ત્યારે તંત્રના પૂરતા સહયોગ અને એશોશીએશનના માધ્યમથી પરપ્રાંતીય મજુરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરવામા આવી હતી. લોકડાઉન દરમિયાન કારખાના બંધ હતા. તે દરમિયાન મજૂરોને પગાર અને રાશન પહોંચાડવાની પણ કારખાનાના માલિકો…

Read More

કોલેજ ના પ્રથમ અને દ્વિતીય સ્ત્ર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અમરેલી ડાયનેમિક ગ્રુપની સફળ રજુઆત શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી

કોલેજ ના પ્રથમ અને દ્વિતીય સ્ત્ર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અમરેલી ડાયનેમિક ગ્રુપની સફળ રજુઆત શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી

કોલેજ, અમરેલીમાં યુવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સેવા-ભાવી સંસ્થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ અમરેલી દ્વારા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને લોકડાઉનની વિપરીત સ્થિતિ ધ્યાને લઈને ગુજરાત રાજયમાં વાણીજય, વિજ્ઞાન, વિનિયન શાખામાં કોલેજોના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની કારકિર્દી સ્થિર રહે તથા આગામી શૈક્ષણીક વર્ષ કોઈ પણ પ્રકારના વિલંબ વગર ચાલુ થઈ શકે તે માટે ચાલુ સાલે રાજ્ય ની યુનિ. સંલગ્ન કોલેજોમાં વાણીજય, વિનિયન, વિજ્ઞાનશાખાના પ્રથમ અને દ્વિતીય વર્ષ સેમેસ્ટર-૨ અને ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષામાથી મુક્તિ આપને માસ-પ્રમોશન આપવા માટે ધારદાર રજુઆત કરાઇ હતી…

Read More

કેશાેદના પીપળી ગામે બેભાન અવસ્થામાં યુવતી મળી આવી

કેશાેદના પીપળી ગામે બેભાન અવસ્થામાં યુવતી મળી આવી

કેશોદ, કેશોદના પીપળી ગામે બેભાન અવસ્થામાં યુવતી મળી આવી પરીવાર 3 દિવસથી તેમની શોધખોળ કરતો હતો યુવતી બેભાન અવસ્થામાં ગૌચરની જમીનમાં ઘાસચારાના ઢગલા મળી આવી આ યુવતીનું નામ ભાવીશાબેન કાનભાઇ કોડિયાતર ઉ વ 19 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે બેભાન યુવતીને 108 મારફત કેશોદ ત્યારબાદ જુનાગઢ હોસ્પિટલ ખસેડાઇ પોલીસે યુવતીના મોબાઇલ આધારે તપાસ હાથ ધરી છે યુવતીના પરીવારે બે દિવસ પહેલા એક સખ્શ વિરૂધ્ધ પોલીસમાં લેખિત અરજી પણ કરી હતી   પરીવારની પોલીસને તટસ્થ તપાસ કરવા માંગ કરી  

Read More

રાજકોટ શહેર જિલ્લાનું ધોરણ.૧૦ નું ૬૪.૦૮% પરિણામ જાહેર, ગત વર્ષ કરતા ૬૪.૦૮% પરિણામ ઓછું આવ્યું

રાજકોટ શહેર જિલ્લાનું ધોરણ.૧૦ નું ૬૪.૦૮% પરિણામ જાહેર, ગત વર્ષ કરતા ૬૪.૦૮% પરિણામ ઓછું આવ્યું

રાજકોટ, રાજકોટ.રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૦.૬૪% જાહેર થયું છે. ગત વર્ષ કરતા ૬.૩૩% પરિણામ ઓછું આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાનું ધોરણ.૧૦નું ૬૪.૦૮% પરિણામ જાહેર થયું છે. ૨૩૧ વિદ્યાર્થીઓએ A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તેમજ ૨૫૨૪ વિદ્યાર્થીઓએ A૨ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ ૭૩.૯૨% હતું. જે આ વર્ષે ઘટીને ૬૪.૦૮% પરિણામ જાહેર થયું છે. ત્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારના પણ પરિણામ આવ્યા છે. જેમાં સૌથી વધુ રૂપાવટીનું આવ્યું છે. જે ૯૩.૫૮% છે. ત્યારે સૌથી ઓછું પરિણામ…

Read More

કેશોદ ખાતે ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

કેશોદ ખાતે ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

કેસોદ, કેશોદ માં ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખુશી નો માહોલ સર્જાયો હતો.ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિ પસાર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બાળકના ઘડતરમાં 10મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે. ત્યારે ધોરણ 10 સાયન્સનું  પરીક્ષાનું પરિણામ  જાહેર કરવામાં આવ્યુ તેમાં કેશોદ ની જીડીવી સ્કૂલ ની વિદ્યાર્થીની મારડિયા ભક્તિ એ પ્રથમ સ્થાન અને વ્યાસ હેમાંગી એ ત્રીજું સ્થાન મેળવ્યું જ્યારે ક્રિષ્ના સાયન્સની સ્કૂલ નો વિદ્યાર્થી કરંગીયા મિહિર બીજું સ્થાન મેળવતા શાળાનું તેમજ તેમના પરિવારનું પરિવારનું…

Read More