કેશોદ ખાતે ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

કેસોદ,

કેશોદ માં ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખુશી નો માહોલ સર્જાયો હતો.ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિ પસાર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બાળકના ઘડતરમાં 10મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે. ત્યારે ધોરણ 10 સાયન્સનું  પરીક્ષાનું પરિણામ  જાહેર કરવામાં આવ્યુ તેમાં કેશોદ ની જીડીવી સ્કૂલ ની વિદ્યાર્થીની મારડિયા ભક્તિ એ પ્રથમ સ્થાન અને વ્યાસ હેમાંગી એ ત્રીજું સ્થાન મેળવ્યું જ્યારે ક્રિષ્ના સાયન્સની સ્કૂલ નો વિદ્યાર્થી કરંગીયા મિહિર બીજું સ્થાન મેળવતા શાળાનું તેમજ તેમના પરિવારનું પરિવારનું નામ રોશન કર્યું હતું.

ગુજરાત ધોરણ 10 બોર્ડ નું પરિણામ જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં ખુશીનું વાતાવરણ ફેલાયું હતું કેશોદ શહેર માં બોર્ડ નું પરિણામ 50.04 % આવેલ છે કેશોદ માં વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે આવતા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે એક તરફ સમગ્ર કેશોદ માં પણ ધોરણ 10 માં નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી અને ગમ નો માહોલ પણ છવાયો હતો.

Related posts

Leave a Comment