રાજકોટ,
રાજકોટ.રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૦.૬૪% જાહેર થયું છે. ગત વર્ષ કરતા ૬.૩૩% પરિણામ ઓછું આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાનું ધોરણ.૧૦નું ૬૪.૦૮% પરિણામ જાહેર થયું છે. ૨૩૧ વિદ્યાર્થીઓએ A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તેમજ ૨૫૨૪ વિદ્યાર્થીઓએ A૨ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ ૭૩.૯૨% હતું. જે આ વર્ષે ઘટીને ૬૪.૦૮% પરિણામ જાહેર થયું છે. ત્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારના પણ પરિણામ આવ્યા છે. જેમાં સૌથી વધુ રૂપાવટીનું આવ્યું છે. જે ૯૩.૫૮% છે. ત્યારે સૌથી ઓછું પરિણામ અમર નગરનું છે. જેનું માત્ર ૨૯.૮૬% જ પરિણામ આવ્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ