રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર થોરાળા વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી. દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. ઇમ્તિયાઝ રાઉમા અને તેના સાગરીતો મળી ૮ શખ્સોએ મોલીન કુરેશી પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યા હતા. ત્યારે પોલીસને જાણ થતા ગણતરીની કલાકોમાં જ ૪ શખ્સોની ઘરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ ૨ ની શોધખોળ ચાલુ છે. મુખ્ય આરોપી ઈમ્તિયાઝ રાઉમા પર ૧૨ જેટલા ગુના નોંધાયેલા હોવાનું…
Read MoreDay: June 20, 2020
સૂર્યગ્રહણ હોવાથી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ના સમય માં ફેરફાર
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મામાં અંબાજી મંદિર ક્કનાકૃતી ચૂડામણિ સૂર્યગ્રહણ હોવાથી દર્શન માટે ના સમય માં ફેરફાર કરવા માં આવ્યો છે. સમય બપોર ના ત્રણ કલાકે મંદિર ના પટાંગણ દ્વાર ખોલવામાં આવશે. આમ આ થનાર સૂર્યગ્રહણ મિથુન રાશિ માં કકનાકૃતી સૂર્યગ્રહણ કહેવાય. સાથે સાથે સાત ગ્રહો ની વિક્રતા ના કારણે આ ગ્રહણ મહા વિનાશક છે. આમ ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા બપોરે ત્રણ વાગ્યા ના સુમારે માતાજી મંદિર પવિત્ર કરી ત્યાર બાદ મંદિર ના દ્વાર ખોલવામાં આવશે. રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા
Read Moreરાજકોટ શહેરમાં દિવસે-દિવસે કોરોના વાયરસ વધતો જાય છે. આજે સાંજે વધુ ૨ કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યા છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નહેરૂનગર-૫, આમ્રપાલી સિનેમા પાછળ રૈયા રોડ પર રહેતા ૪૦ વર્ષીય આરીફ હુસેનભાઈ ખોખરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેઓ રેલવે પોલીસમાં રાજકોટમાં નોકરી કરે છે. તેઓને તાવના લક્ષણો હતા. ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. તેમના સંપર્કમાં આવેલ ૬ લોકોને હોમ કોરેન્ટાઇન કરેલ છે. તથા નહેરૂનગર શેરીનં-૫ ના ૧૪ ઘરને કન્ટેઈનમેન્ટ કરેલ છે. જેમાં ૭૧ સભ્યો છે. આ સિવાય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, રોયલપાર્ક શેરીનં.-૩ પંજાબ હોન્ડા શો રૂમ સામે, કે.કે.વી. હોલ નજીક, કાલાવડ રોડ પર રહેતા તેમજ એસ.બી.આઇ બેન્ક સિવિલ હોસ્પિટલ પાસે બેંકમાં ચીફ મેનેજર તરીકે…
Read Moreરાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા સોમવારે એટલે કે ૨૨ જુનના રોજ ૫ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે એટલે કે ૨૨ જુનના રોજ ૫ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. વોર્ડનં.૭.૧૩.૧૪.૧૭.૧૮ માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. ભાદર ડેમથી આવતું પાણી લાઈન જોડાણને લઈને આ પાણીકાપ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં પાણીકાપ થતા રાજકોટની જનતાને મુશ્કેલી વેઠવી પડશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર કુવાડવા રોડ પર આવેલ ડી-માર્ટમાં ફૂગવાળી વાસી ૧૦કિલો બ્રેડનો મહાનગરપાલિકાએ કર્યો નાશ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટમાં ફૂગવાળી વાસી બ્રેડ વેચાતી હોવાની ફરિયાદ મળતા ફૂડ વિભાગના અધિકારીઓ ડી-માર્ટ ખાતે તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડને ચેક કરતા તેમા ફૂગ જોવા મળી. જેના કારણે ફૂડ અધિકારીએ ૧૦કિલો બ્રેડના જથ્થાનો નાશ કરી મોલ સંચાલકોને નોટીસ પાઠવી રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર રાજય સરકારશ્રીના આદેશ અનુસાર નવા ભળેલા ગામોને વોર્ડનું વિસ્તરણ કરી વોર્ડ નંબર નિયત કરાયા હતા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ શહેર મહાનગરપાલિકામા ભેળવવામાં આવેલ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર, મનહરપુર-૧ સહિતના નવા સીમાંકન ના થાય ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે જે તે વોર્ડનું વિસ્તરણ કરી મોટામવા ને વોર્ડનં.૧૦ મુંજકા ને વોર્ડનં.૯ ઘંટેશ્વર ને વોર્ડનં.૧ અને માધાપર, મનહરપુર-૧ સહિતને વોર્ડનં.૨ તરીકે કરવામાં આવેલ છે. આ હુકમ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદામનગર પોલીસ તિન પત્તી નો જુગાર રમતા 3 ઈસમોને પકડતી પોલીસ
દામનગર, દામનગરના લાઠી તાલુકા ખાતે આવેલ નારાયણ નગર આંબરડી રોડ પાસે આવેલ ખંડિયા હનુમાન ના મંદિર પાછળ તારીખ 18-06-2020 ના રોજ તીનપત્તી નો જુગાર રમતા 3 ઈસમો ને બાતમીના આધારે પકડી પાડેલ, જેમાં મુદ્દામાલ રોકડ રકમ 15400, મોબાઇલ નંગ 3 કિંમત અંદાજે 7500, મોટર સાયકલ નંગ 2 કિંમત અંદાજે 30000 કુલ મુદ્દામાલ કિંમત 52900 નો માલ સમાન કબ્જે કરેલ છે ધારા 12 કલમ મુજબ ગુનો નોંધેલ છે. દામનગર પોલીસ સ્ટાફ આ ઈસમોને પકડી લીધા હતા. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા
Read Moreજુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવ્યું. સારવાર દરમીયાન રાજકોટ સિવિલમાં
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવ્યું. ઉનાના સીમાસી ગામના ભાવેશ ઝવેરભાઈ ખખર જાતિએ કોળી જેને આજે સવારે જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે છેલ્લા બે વર્ષથી ધોરાજી રહેતો હતો. નીચે પટકતા તે ગંભીર રીતે ધાયલ થયો હતો. બાદમાં વધુ સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમીયાન તેનું મોત નીપજ્યું છે. પોલીસે આ ઘટના બાબતે તપાસ શરૂ કરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર ગામોને ભેળવવાની દરખાસ્તને રાજય સરકાર દ્વારા મંજુરીની મહોર
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ રાજય સરકાર દ્વારા માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરને રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવવાનાં નિર્ણય આપવામાં આવી હતી. આજે સવારે ભાજપ અગ્રણી ઘોઘુભા જાડેજા, ઘંટેશ્ર્વરનાં સરપંચ રઘુવીરસિંહ જાડેજા, માધાપરનાં સરપંચ છગનભાઈ સંખાવરા, રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર દિનેશભાઈ ઢોલરીયા, વાંકાનેર માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર પરબતભાઈ ડાંગર, ભાજપ અગ્રણી હરેશભાઈ દવે, બીપીનભાઈ દવે, માધાપર ગ્રામ પંચાયતનાં સભ્ય ભરતભાઈ ત્રિવેદી, નાગેશભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ અગ્રણી વિમલભાઈ ખંડવી અને રવિભાઈ વાડોલીયા સહિતનાં લોકોએ સરકારનાં આ નિર્ણયને આવકારતા આતશબાજી કરી હતી. અને એકાબીજાનાં મોં મીઠા કરાવ્યા હતા. મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ…
Read Moreરાજકોટ શહેરના ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા નિશર્ગ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ પોલીસ સમન્વય ન્યુઝ રાજકોટ જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થાના સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયા અને ટી.ડી.પટેલ દ્વારા સન્માનપત્ર આપી ચિરાગ ચાંદેગરાને બિરદાવાયા હતા. નિસર્ગ યુવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજ સેવાની પ્રવુતિઓ કરવામાં આવી છે જેવી કે શાંતવત અનાથ આશ્રમ જૂનાગઢ વિજાપુર ૮૦ મેમ્બરો ભોજન વિતરણ કરેલ તથા સદભાવના વૃધ્ધઆશ્રમ ખાતે વૃધ્ધાને ભોજન કરાવેલ અને વર્ધમાન સમયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હોય ત્યારે જરૂરિયાતમંદોને અનાજોની કીટનું વિતરણ કરી નોંધનીય કામગીરી કરેલ છે. અને આ કામગીરીમાં સુગંધ…
Read More