રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટમાં ફૂગવાળી વાસી બ્રેડ વેચાતી હોવાની ફરિયાદ મળતા ફૂડ વિભાગના અધિકારીઓ ડી-માર્ટ ખાતે તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડને ચેક કરતા તેમા ફૂગ જોવા મળી. જેના કારણે ફૂડ અધિકારીએ ૧૦કિલો બ્રેડના જથ્થાનો નાશ કરી મોલ સંચાલકોને નોટીસ પાઠવી
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ