રાજકોટ શહેરના ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા નિશર્ગ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ પોલીસ સમન્વય ન્યુઝ રાજકોટ જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થાના સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયા અને ટી.ડી.પટેલ દ્વારા સન્માનપત્ર આપી ચિરાગ ચાંદેગરાને બિરદાવાયા હતા. નિસર્ગ યુવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજ સેવાની પ્રવુતિઓ કરવામાં આવી છે જેવી કે શાંતવત અનાથ આશ્રમ જૂનાગઢ વિજાપુર ૮૦ મેમ્બરો ભોજન વિતરણ કરેલ તથા સદભાવના વૃધ્ધઆશ્રમ ખાતે વૃધ્ધાને ભોજન કરાવેલ અને વર્ધમાન સમયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હોય ત્યારે જરૂરિયાતમંદોને અનાજોની કીટનું વિતરણ કરી નોંધનીય કામગીરી કરેલ છે. અને આ કામગીરીમાં સુગંધ ભળે એવી એક નોંધનીય કામગીરી સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયાના સેવાભાવિ સહયોગથી અને માર્ગદર્શન હેઠળ નિસર્ગ યુવા ફાઉન્ડેશન ટીમને બિરદાવામાં આવેલ હતી. જેમાં નિસર્ગ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા, મનસુખ મકવાણા, દિગ્વિજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અર્જુન મકવાણા, જયદીપસિંહ જાદવ, મહેશ ચાવડા અને સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ દ્વારા આશ્રમ ખાતે સંસ્થાપક ધીરૂભાઇ કોરાટની ઉપસ્થિતિમા મંદબુદ્ધિજીવી અન્નાર્થીઓને સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભોજન પીરસાયું હતું.

 

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment