ગાંધીનગર ખાતે સતત પાંચમા દિવસે પણ ખેડૂતોનું આંદોલન……

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે પાક વીમા ના પાંચમા દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂતો સમર્થન માટે પહોંચ્યા જેમાં જામનગર જિલ્લા ખેડૂતો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ રીતે પોતાના હક માટે વીમા કંપની સામે મોરચો ખોલી ને સત્યાગ્રહ છાવણી પર બેઠા છે ત્યારે આજે પાંચમા દિવસે ખેડૂતો વિવિધ વિસ્તારમાંથી માટી લઈને આવ્યા હતા અને ધરતી ખેડીને ધાન્યન નીપજાવતા જગતના તાતને ધરતીની માટી લાવી કપાળ માં તિલક કરાવી વિજય ભવ ના આશીર્વાદ આપ્યા હતા. પાક વીમા માટે આંદોલનના પાંચમા દિવસે ખેડૂતો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે આગામી તારીખ 9/01/2020 ના 11:00 વાગે આખા ગુજરાતના ગામડે ગામડે થી તમામ ખેડૂતો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માં આવે કારણકે 182 ધારાસભ્યો આપણે વિધાનસભામાં ચૂંટીને મોકલ્યા છે પણ એ કે ના પેટનું પાણી હાલતું નથી આથી તમામ જનપ્રતિનિધિઓ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે વીમા કંપની ખેડુતોને પાક વિમો ચૂકવવામાં ઠાગાઠૈયા કરે છે અને સરકાર તેને બચાવવા હવાતિયાં મારે છે ત્યારે વિધાનસભામાં મોકલેલા 182 જનપ્રતિનિધિઓ ઉપર પૂરેપૂરી આશંકા છે કે પાક વીમો નહીં ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક મીલીભગત થઈ રહી છે કરોડના પ્રીમિયમ ઉઘરાવી પાછલા બારણે નાણાં સગેવગે થઇ ગયાનો અપ્રક્ષ ખેડૂતો દ્વારા થઇ રહ્યો છે ત્યારે ખેડૂતો પોતે જ પોતાના ઉધારક બની તારીખ 09/01/ 2020 ના રોજ ગાંધીનગર કુચ કરે તેવી ખેડૂતો દ્વારા આહવાન કરવામાં આવે છે.

Related posts

Leave a Comment