રાજકોટ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા. અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં P.G.V.C.L ની બેદરકારી સામે આવી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં મોડી રાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અચાનક ભારે પવન ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમુક વિસ્તારમાં હળવો વરસાદ આવ્યો હતો. વીજળીના ચમકારા કડાકા-ભડાકા સાથે અમુક વિસ્તારમાં લાઇટ બંધ થઈ હતી. ઘણા ખરા વિસ્તારમાં લાઇટ ગુલ થવાના કારણે P.G.V.C.L ની ઘોર બેદરકારી સામે આવી છે. કોઈ વિસ્તારમાં સબ સ્ટેશન બળી ગયાની ફરિયાદ નોંધી હતી. તો કોઈ વિસ્તારમાં લાઇટના ડયા ઉડી ગયા હતા. વરસાદ શરૂ થતાજ થોડી વારમાં થાંભલા ઉપર કડાકા-ભડાકા થયા હતા. રાજકોટમાં વીજળીના કડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. બપોરે રાજકોટના શાપર-વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment