રાજકોટ શહેર જીલ્લામાં રાજ્ય સરકારે જરૂરીયાતમંદ નાગરિક પ્રત્યે સંવેદના દર્શાવી સતત ત્રીજા મહિને પણ ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી વિનામુલ્યે અનાજનો પુરવઠો પહોંચાડ્યો છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં રાજ્ય સરકારની ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી અનાજ પુરવઠો પહોંચાડવાની કટિબધ્ધતા અન્વયે રાજકોટ જિલ્લામાં પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગના લાભાર્થીઓ સુધી વિનામુલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં જૂન માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં તા.૧૫મી જૂનથી વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.૨૧ જુન સુધીમાં ૧ લાખ ૭૪ હજારથી વધુ N.F.S.A/ P.M.G.K.A.Y અને NON N.F.S.A B.P.L રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે. આમ કુલ.૧,૭૪,૭૪૫ જેટલા રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment