નગર અભ્યાસ વર્ગમાં એ.બી.વી.પી. થરાદ શાખાની નવિન ઘોષણા કરાઈ

 થરાદ, 

           વિશ્વનું સૌથી મોટું ગણાતું અને વિદ્યાર્થીઓની હરહંમેશ પડખે ઉભું રહી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા અને રાષ્ટ્ર હિતમાં કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરનો અભ્યાસ વર્ગ ગુરૂવારના રોજ થરાદની શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાયો, જેમાં બનાસકાંઠા જિલ્લાના સમિતિ સદસ્ય દિવ્યાંગભાઈ સેવકની ઉપસ્થિતમાં એબીવીપી થરાદ નગરનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય બાદ પરિષદ ગીત, પરિચય તેમજ સંગઠનાત્મક પરિચય બાદ નગરની ટીમમાં કાર્યકર્તાઓને નવિન જવાબદારી સોંપી કારોબારીની ઘોષણા કરાઈ હતી, જેમાં નગરમંત્રી તરીકે વર્ષિલભાઈ ઓઝા, નગર સહમંત્રી તરીકે નયનભાઈ ચૌધરી, રોહિતભાઈ જોષી, દેવશીભાઈ ચૌધરી, જયારે નગર કેમ્પસ પ્રમુખ તરીકે ભવાનસિંહ સોઢા, નગર કેમ્પસ સહપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ચૌહાણ, નગર કાર્યાલય મંત્રી તરીકે અરવિંદભાઈ પુરોહિત અને નગર એસએફડી પ્રમુખ તરીકે ગોવિંદભાઈ જોષી સહિત અન્ય ઉપસ્થિત તમામ કાર્યકર્તા મિત્રોને નવિન જવાબદારી સોંપી વિદ્યાર્થીઓની સાથે સાથે રાષ્ટ્ર હિતમાં કાર્ય કરી સંગઠનને મજબૂત બનાવો તેવી અભ્યર્થના સાથે અભિનંદન પાઠવી નગર ટીમની ઘોષણા કરાઈ હતી.

વર્તમાનમાં મહામારીનો સમય ચાલી રહ્યો હોઈ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરીને કાર્યક્રમ યોજી નવિન જવાબદારી સાથે નગર ટીમની ઘોષણા કરાઈ હતી, જોકે શાળા પરિવાર દ્વારા એબીવીપી સંગઠનને સારી એવી વ્યવસ્થા પુરી પાડવા બદલ એબીવીપી થરાદ શાખાએ શાળા પરિવારનો આભાર માન્યો હતો.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ 

Related posts

Leave a Comment