સુરત ખાતે ‘પત્રકાર એકતા સંગઠન ગુજરાત’ ની બેઠક યોજાઈ

સુરત,

સુરત ખાતે બેઠક થતાં જેમાં સુરત અને તાપી જિલ્લા ના પત્રકારો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પત્રકારો સામે અન્યાય થાય તો લડી લેવાની તૈયારી બતાવી હતી. પત્રકારો સાથે અન્યાય ના થાય, સરકાર ના સારા કર્યો અને આમ નાગરિકો ની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે એ જોવાની જવાબદારી નિભાવતા પત્રકારો પણ ક્યારેક અન્યાય નો ભોગ બનતા હોય છે, કેટલાક લોકો પોતાના હિત માટે પત્રકારો નો ભોગ લેતા હોય છે અને ત્યારે સરકાર અને પત્રકારો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે. હવે આવું ના થાય , પત્રકારો નું હિત જળવાય તેવા હેતુ થી સમગ્ર ગુજરાત ના પત્રકારો ને એક મંચ પર લાવવા ગુજરાત માં પત્રકાર એકતા સંગઠન ની રચના કરવામાં આવી.

તેના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા , પ્રદેશ ઉપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા, મંત્રી રીટા સિંઘ, દક્ષિણ ઝોન ના પ્રભારી એસ.વાય .ભદોરિયા, ભરૂચ ઝોન પ્રભારી ધર્મેશભાઈ મિસ્ત્રી, સહ પ્રભારી મનીષ રાણા , પિનાકીન ભાઈ પરમાર પ્રદેશ ઉપ્રમુખ સાથે એડવોકેટ એમ.એમ.બોઘરા અને અવનિશભાઈ પંડ્યા, રમેશભાઈ મકવાણા, પૂર્વ DYSP કનેરિયા ની ખાસ ઉપસ્થિત માં આજે પત્રકારો ને માર્ગદર્શન આપવા સુરત ખાતે બેઠક મળી હતી.

સ્ટેટ લીગલ કમિટી મા એડવોકેટ અવનિશભાઈ પંડ્યા, હરજીભાઈ બારૈયા, રમેશભાઈ મકવાણા, એડવોકેટ બોઘરા સહિત ના પાંચ ને નિયુક્ત કરાયા છે. પત્રકારોની મુખ્ય સમસ્યા સામે લડવા લડાયક સમિતિ ની રચના થતાં સમગ્ર ગુજરાત ના પત્રકારો મા ખુશી નો માહોલ તેમજ અભિનંદન વર્ષા શરૂ થઈ હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment