રાજકોટ શહેરમાં S.T વિભાગમાં ૧૦ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા S.T વિભાગના તમામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે

રાજકોટ, 

      તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ બસ પોર્ટ ખાતે S.T ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ ટીમ દ્વારા બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી ૩૧૯ જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. તમામના રિપોર્ટ આવ્યા બાદ વિભાગીય કચેરીને જાણ કરવામાં આવશે. આ સાથે જ દરરોજ રાજકોટ શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન અને બસ પોર્ટ ને સેનીટાઇઝર કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment