દાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રાખવા કલેકટર નો આદેશ

દાહોદ,
દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા કલેક્ટરએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે બંધ રાખવાના છે. આ ઉપરાંત, રાત્રી દરમિયાન કર્ફ્યુ પણ યથાવત છે. સતત પૂછાતા પ્રશ્નોના જવાબમાં કલેક્ટરએ આ મુજબ જણાવ્યું છે.

રિપોર્ટર  : ઇફતેહખા ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment