રાજકોટ શહેર જીલ્લામાં બહારથી આવતા લોકો ખતરારૂપ સાબીત થઇ રહ્યા છે. મોટાભાગના કેસો આવા લોકોના સામે આવી રહ્યા છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જો કે મોટાભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ અમદાવાદ કે અન્ય રાજયની ટ્રાવેલ હિસ્ટી ધરાવતા હોય છે. તે માટે સ્પષ્ટ પણે કહી શકાય કે બહારથી આવતા લોકો જીલ્લા માટે ખતરારૂપ બન્યા છે. આ ખતરાને ટાળવા કલેકટર દ્વારા પગલા લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ અંગે જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટ જીલ્લામાં બહારથી કોરોનાનો ચેપ પ્રસરતો અટકે તે માટે જીલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જરૂર પડયે સમગ્ર જીલ્લામાં ફરી ચેક પોસ્ટો શરૂ કરવામાં આવશે. આ ચેકપોસ્ટોથી એ ફાયદો થશે કે જે લોકો બહારથી આવશે તેનો ડેટા તંત્રને મળી શકે બાદમાં ડેટાના આધારે બહારથી આવેલા લોકો ઉપર વિશેષ ઘ્યાન રાખવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment