રાજકોટ શહેર કુવાડાવ રોડ પો.સ્ટે.ની દુર્ગાશક્તિ ટિમ દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને તેના પતિને સોપવામાં આવેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ મહિલા અભ્યમ ૧૮૧ વાળાઓ દ્વારા પટેલ વિહાર હોટલ પાસેથી એક મહિલાને લઈ અત્રે કુવાડવા રોડ પોલીસ સ્ટેશને સોંપેલ હોય. મહિલા જેઓએ માનસિક અસ્વસ્થ હોય અને પોતે પોતાના ઘરેથી મહેમદાબાદ ખાતેથી ત્રણેક દિવસ પહેલા નીકળી ગયેલ હતી. અને આ વિસ્તારમાં વાહનમાં આવી ગયેલ હોય. જેથી અમે મહિલાના પતિના નામ સરનામાની વિગત મેળવી અને મહેમદાબાદ પોલીસ સ્ટેશન શ્રી.નકુમ નો સંપર્ક કરતા તેના પતિ જયંતીભાઈ ડાયાભાઇ ચૌહાણ રહે. લક્ષ્મીપુરાગામ તા. મહેમદાબાદ વાળાને જાણ કરી અને અત્રે કુવાડવા રોડ પો.સ્ટે.બોલાવી અને મજકુર મહિલા લક્ષ્મીબેન ને તેના પતિ જયંતીભાઈ ચૌહાણ ને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરી અત્રેની કુવાડવા રોડ પો.સ્ટે. દુર્ગા શક્તિટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment