બાગાયત ખાતાની વિવિધ સહાય મેળવવા ખેડૂતોએ તા.૩૧ મે સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 જીલ્લામાં બાગાયત ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે.વર્ષ ૨૦૨૩-૨૪ માટે લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએતા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી કર્યા બાદ જરુરી સાધનિક પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકજિલ્લા બાગાયત કચેરીવેરાવળ નગરપાલિકા સામેવિનાયક પ્લાઝાત્રીજો માળટેલીફોન નં. (૦૨૮૭૬)૨૪૦૩૩૦વેરાવળના સરનામે મોકલી આપવાની રહેશે.

અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭૧૨૮-અબચત બેંક ખાતાઆધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા. આ અંગે વધુ માહિતી કે વિગતો માટે નાયબ બાગાયત નિયામક બાગાયત કચેરીવેરાવળનો સંપર્ક કરવો તેમ નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment