પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત વોર્ડ નં. ૦૫માં પેડક રોડ પર વોંકળા સફાઈ કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠ્ળ વોંકળા વિભાગ દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા.૨૯/૦૪/૨૦૨૩ પુર્વ ઝોનના વોર્ડ ન.૦૫ માં આવેલ પેડક રોડ પર આવેલ અટલબિહારી ઓડીટોરીયમ પાછળ, રત્નદિપ સોસાયટી પાસે, અલ્કા સોસાયટી પાસે આવેલ વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમાં ૨ જે.સી.બી-ડમ્પર દ્વ્રારા ૨ ડમ્પર ફેરા અને ૧ ટ્રેકટર ફેરા એમ અંદાજીત ૨૧ ટન ગાર, કચરો ઉપાડેલ છે.

ઉપરોક્ત વિગતે માન. મેયર તથા કમિશનર ની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શહેર ભાજપ ઉપપ્રમુખ કલ્પનાબેન કિયાળા, વોર્ડ નં.૦૫ ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસિલાબેન સાકરીયા, વોર્ડ પ્રમુખ દિનેશભાઇ ધીયાળ, વોર્ડ પ્રભારી રમેશભાઇ અકબરી અને પુર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર પી. સી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

Related posts

Leave a Comment