ગઢડા તાલુકા ના ઢસા જં.માં SBI બેંક ના ATM બંધ હાલતમાં જોવા મળ્યાં

ગઢડા,

ઢસા જં માં આવેલ S.T. ડેપો સામે SBI બેંક નું ATM આવેલ છે. હાલ માં શટર બંધ હાલત માં જોવા મળી રહ્યું છે સાથે ATM ના CCTV ફૂટેજ થી પણ સારી અવસ્થામાં નથી જેથી બેંક વિભાગ દ્વારા જે આ વિભાગ માં આવતા CCTV કાયદેસર રીતે ફરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોકમાંગણી છે. જેમાં ઢસા ના ગ્રામજનો ને અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને ATM બંધ રહેવાથી હાલાકી ભોગવી રહેલ છે અને ઘણા સમયથી CCTV બંધ હાલત માં છે, ઘણી વાર ATM શટર ખુલ્લું હોય પણ પૈસા નો હોય અથવા ATM મશીન માં વાંધો હોય, CCTV ફૂટેજ ચેક કરે એટલે એ બતાશે જ કે અહીં શું પરિસ્થિતિ છે. તેમજ ક્યારેક રૂપિયા હોય છે, ક્યારેક નહિ, મશીન સારી રીતે કામ કરતુ હોય છે, પરંતુ રકમ અંદર હોતું નથી, વધુમાં દરેક વખતે ATM બંધ છે એવુ ગ્રામજનનું કહેવું છે. જ્યારે ઉપર્યુક્ત કંઈક પ્રશ્ન બને તો ઘણા સમય બાદ એનું નિરાકરણ જોવા મળે છે. જેની તાત્કાલિક ધોરણે નોંધ લેવા ગ્રામજનો જણાવી રહયા છે. અંતે ATM શરૂ કરવામાં આવે સાથે ATM મશીન ની સંભાળ રાખવા માટે એક વ્યક્તિ બેસાડવામાં આવે તો લોકો ને ATM ના કાંઈ પણ પ્રશ્ન તકલીફ હોય તો પૂછપરછ કરતા યોગ્ય જવાબો મળી રહે એવી ગ્રામજનોએ અપેક્ષા કરેલ છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment