રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સફળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જણાયું છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલે ટોસિલીઝુમેબ ઇન્જેક્શનનો સારવારમાં ઉપયોગ કરીને ૭૧ વર્ષીય મુસાભાઈ જીવાભાઈ ને યોગ્ય પ્રકારની સઘન સારવાર આપી સફળતા પ્રાપ્ત કરી છે. તેમ રાજકોટની પી.ડી યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. મુસાભાઈ કોવિડ-૧૯ની ઘાતક બીમારીમાંથી ૨૦ દિવસે મુક્ત થયા છે. કોવિડ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એનેસ્થેસિયોલોજીસ્ટ ચેતનાબેન જાડેજાએ કેસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મુસાભાઈ ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરના દર્દી છે. અને કોવિડ-૧૯ના કારણે તેમનાં ફેફસાને પણ ઘણું નુકસાન પહોચ્યું હતું. જેના લીધે તેમને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી હતી. ઓક્સિજન મશીન દ્વારા સારવાર આપવાનું શરૂ કર્યું. તેમને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યું અને આજે તેઓ કોરોના ચેપી મુક્ત થયા છે. અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે છે. મુસાભાઈની હાલત અત્યંત ગંભીર અને ચિંતાજનક હતી. પરંતુ યોગ્ય સારવાર એમને સાજા કરવાનો સિવિલ પરિવારને આનંદ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment