જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા પસાયા ગામેથી ધનવંતરી રથ અને ડેગ્યું વિરોધી માસનો શુભાઆરંભ કરવામાં આવ્યો 

જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા પસાયા ગામેથી ધનવંતરી રથ અને ડેગ્યું વિરોધી માસનો શુભાઆરંભ કરવામાં આવ્યો 

જામ વંથલી, જામનગર જીલ્લાના જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા  ગુજરાત સરકારે કોરોના સામેની લડાઈના ભાગ રૂપે છેવાડાના લોકો માટેની આરોગ્ય સુવિધા માટે ધનવંતરી રથ નો શુભારભ  પસાયા ગામેથી કરવામાં આવ્યો . અને આજ થી જુલાઈ માસ ડેગ્યું વિરોધી માસ અન્વયે  જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ  દ્રારા ઘરે ઘરે સર્વે કરી  ડેગ્યું ને મ્હાત કરવા માટે કામગીરી કરવામાં આવી. ડેગ્યું , મેલેરિયા, ચિકનગુનિયા રોગચાળો અટકાવવા માટે પી.એચ.સી.હેઠળ આવતા ૧૮ ગામોમાં કર્મચારીઓ દ્રારા વાહકજન્ય રોગચાળો અટકાવવા પગલા લઈ રહ્યા છે. હોમ ટુ હોમ સર્વેની કામગીરી , ગપી ગબુચીયા માછલી મુકવી,…

Read More

કેશોદના નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોના ધરણાં

કેશોદના નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોના ધરણાં

કેશોદ, કેશોદ શહેરી વિસ્તારમાં તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવી રહયાછે તે રોડ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેની રજુઆત કરવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ સહીતના હોદેદારો નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં આવેલ હતાં જ્યાં હોદેદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવે છે અને બાકી રહેતા રોડ ક્યારે પુર્ણ કરવામાં આવે તેવી લેખિતમાં બાંહેધારી આપવા અને એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને જો માંગણી મુજબ લેખિતમાં બાંહેધારી ન આપવામાં આવે ત્યાં સુધી નગર પાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણા કરવાનું યુથ કોંગ્રેસ પ્રમુખ…

Read More

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ને ગફલત બદલ સસ્પેન્ડ કરવા માં આવ્યો

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ને ગફલત બદલ સસ્પેન્ડ કરવા માં આવ્યો

પંચમહાલ, શહેરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મનુ ભાઈ, કનાભાઇ પરમાર મળતી માહિતી મુજબ ગફલત બદલ સસ્પેન્ડ કરવા આવ્યા. શહેરા પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનુભાઇ કનુભાઈ પરમાર ને પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના પોલીસ વડા. ડો લીના પાટીલ સાહેબ એ શહેરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મનુ ભાઈ પરમાર ને સસ્પેન્ડ કરતા શહેરા પોલીસ સ્ટેશન માં ખડ્ભડાટ મચી જવા પામ્યો છે. રિપોર્ટર : તોફીક અન્સારી,શહેરા

Read More

જોડિયા તાલુકાના ખીરી ગામે તા.05.07.2020 ને રવિવારના રોજ શ્રી રામ આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે

જોડિયા તાલુકાના ખીરી ગામે તા.05.07.2020 ને રવિવારના રોજ શ્રી રામ આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે

જોડિયા, જોડિયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ખીરી ખાતે શ્રી હનુમાનજી ના મંદિરે દર વર્ષે ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરૂ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. તે કાર્યક્રમ આ વખતે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં અને ગુજરાત રાજ્ય માં તેમજ સૌરાષ્ટ્રમાં હાલમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ને લઈ શ્રી રામ સેવા આશ્રમ ખીરી ના મહંત દ્વારા આ વખતે ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરૂ પૂજન નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તો દરેક ભક્તજનો ને અમારી વિનંતી છે કે ગુરુપૂર્ણિમા ના દિવસે મદિર ખાતે કોઈ પણ કાર્યક્રમો યોજાશે નહીં. માટે…

Read More

જોડિયા તાલુકાની સરકારી,ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ટેબ્લેટ અપાયા

જોડિયા તાલુકાની સરકારી,ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ટેબ્લેટ અપાયા

જોડિયા, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી બાળકો તથા શાળાઓને સમયાંતરે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અવિરત રીતે પૂરી પાડવામાં આવે છે. જેથી બાળકોને પાયાની સુવિધાઓ મળી રહે. જોડિયા તાલુકાની સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ વહીવટી કામગીરી કરવામાં શાળા કક્ષાએ સરળતા રહે તે માટે તમામ શાળાઓને સમગ્ર શિક્ષા ગાંધીનગર  તરફથી આવેલ ટેબ્લેટ નું વિતરણ બી.આર.સી. કો.ઓર્ડીનેટર દ્વારા બી.આર.સી.ભવન જોડિયા ખાતેથી કરવામાં આવ્યું. આ ટેબ્લેટ માં વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરવાની એક નવી દિશા મળશે. રિપોર્ટર: શરદ રાવલ, હડિયાણા

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ખેડબ્રહ્મામાં કચેરી માં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું

આમ આદમી પાર્ટી દ્વારા ખેડબ્રહ્મામાં કચેરી માં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું

ખેડબ્રહ્મા, આમ આદમી પાર્ટી સાબરકાંઠા જીલ્લા એ પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વધારા નું વિરોધ પ્રદર્શન કરી ખેડબ્રહ્મા પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપ્યું. જેમાં જીલ્લા પ્રમુખ કરસનભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ વણકર, જીલ્લા મહામંત્રી ફારુખભાઇ ખણુસિયા, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શિરીષ ત્રિવેદી, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ નિકુંજ જોષી, તાલુકા મહામંત્રી સુરેશ રાઠોડ, શહેર મંત્રી હીરેન પંડ્યા, ધર્મેન્દ્ર ત્રિવેદી, ભરતભાઈ જોષી , પેઇન્ટર જીવાભાઈ, જગદીશ પરમાર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ ખેડબ્રહ્મામાં શહેર માં નારા સાથે પાર્ટી દ્વારા રેલી પણ કાઢવા માં આવી, રિપોર્ટર :ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Read More

ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુ ના ગ્રામ્ય ના લોકો ને ખાસ જાણ કરવામાં આવે છે કે જણાવેલ દિવસોએ બઝાર બંધ રહેશે

ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુ ના ગ્રામ્ય ના લોકો ને ખાસ જાણ કરવામાં આવે છે કે જણાવેલ દિવસોએ બઝાર બંધ રહેશે

ગઢડા, ઢસા જં તેમજ આજુબાજુ ગામો ની જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ઢસા જં ને લાગીને આવેલ નારાયણ નગર ગામે તાજેતર માં કોરોના ના સંક્ર્મણ ને અટકાવવા માટે ઢસા ગ્રામ પંચાયત અને ઢસા વેપારી એસોસીએશન દ્વારા નીચે આ મુજબ જણાવેલ તારીખ અને વાર ના રોજ ઢસા જં ની તમામ બઝારો બંધ રહેશે. દવાખાના મેડિકલ, દૂધ ની દુકાનો ખુલ્લી રહેશે એ સિવાય ની દુકાનો સજ્જડ બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની દરેક લોકોએ નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે. તા. 5-07-2020 રવિવાર અષાઢ પૂનમ 20-07-2020 સોમવાર…

Read More

રાજકોટ શહેરમાં ૧ કલાકના ૧ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો. વરસાદ પડતા આજે સવારે રાજકોટના જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી

રાજકોટ શહેરમાં ૧ કલાકના ૧ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો. વરસાદ પડતા આજે સવારે રાજકોટના જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગઈકાલે ઉપલેટા ૨.MM કોટડા સાંગાણી ૩૭.MM ગોંડલ ૬.MM જેતપુર ૨.MM પડધરી ૧૪.MM લોધિકા ૪૦.MM વીંછીયા ૧૦.MM રાજકોટ ૧૬.MM વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજકોટમાં ૧ કલાકના ૧ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો. ત્યારે વરસાદ પડતા આજે સવારે રાજકોટના જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી. આ સાથે જ લોકોમાં આનંદ છવાયો હતો. આજે ભાદર, આજી સહિતના ડેમોમાં સપાટી ઊંચી આવી હતી. જેમાં આજી-૧માં ૦.૫૬ ફૂટ, ન્યારી-૧માં ૦.૮૨ ફૂટ, ન્યારી-૨માં ૧.૧૫ ફૂટ, ભાદર-૧માં ૦.૧૬ કુટ, અને…

Read More

રાજકોટ શહેર અષાઢ સુદ અગિયારસ આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. કુમારીકાઓ પાંચ દિવસ મીઠા વગરનું મોળુ એકટાણું કરી આ વ્રત કરે છે

રાજકોટ શહેર અષાઢ સુદ અગિયારસ આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. કુમારીકાઓ પાંચ દિવસ મીઠા વગરનું મોળુ એકટાણું કરી આ વ્રત કરે છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૭.૨૦૨૦ ના રોજ અષાઢથી પુનમ સુધીના પાંચ દિવસનું આ વ્રત હોય છે. પાંચમાં દિવસે જાગરણ કરી દિકરીઓ વ્રતનું ઉજવણું કરે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે કુમારીકાઓ ગુણવાન પતિની પ્રાપ્તિ માટે ગૌરીવ્રત કરે છે. માતા પાર્વતીજીએ પણ મહાદેવને પામવા ગૌરીવ્રત કર્યું હતું. ગૌરીવ્રત પાંચ દિવસનું હોય છે. પાંચેય દિવસ મોળુ એકટાણું કરી પૂનમના દિવસે જાગરણ કરી વ્રત પુરુ કરવાનું હોય છે. સતત પાંચ કે સાત વર્ષ આ વ્રત કરવાનું હોય છે. એકી સંખ્યામાં ગૌરીવ્રત કર્યા બાદ ભાવભેર વ્રતને ઉજવવામાં આવે છે. વ્રતના ઉજવણામાં પાંચ-સાત દિકરીઓને ભોજન કરાવી સ્વરુપે સૌભાગ્યનો…

Read More

રાજકોટ શહેરમાં માસ્ક અને ગ્લોઝનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે. એકસ્પોર્ટ બંધ હોવાથી મેન્યુફેકચર્સ ઉત્પાદન ઉપર રોક લગાવવા લાચાર બન્યા છે

રાજકોટ શહેરમાં માસ્ક અને ગ્લોઝનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે. એકસ્પોર્ટ બંધ હોવાથી મેન્યુફેકચર્સ ઉત્પાદન ઉપર રોક લગાવવા લાચાર બન્યા છે

રાજકોટ, રાજકોટ શહેરમાં તમામ નોન વુનન અને માસ્ક મેન્યુફેચર કરતી ફેકટરીઓના ડેલીગેશન વતી વિરેન્દ્ર પાનસરાએ જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં થ્રી લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, નાઈટરાઈડ ગ્લોઝ, નોન વુનન ફેબરીક તથા પીપીઈ કીટ વગેરેની પુષ્કળ ડિમાન્ડ છે. પરંતુ ભારત દ્વારા આવી તમામ વસ્તુઓ એકસ્પોર્ટ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ તમામ રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદીત થાય છે. પરંતુ સરકારે એકસ્પોર્ડ ઉપર રોક લગાવી છે. જેથી ઈકોનોમીને ગંભીર નુકશાન પહોંચી રહ્યું છે. રોજગારી ઘટી રહી છે. એક તો અત્યારે માર્કેટમાં ભયંકર મંદી ચાલી રહી છે. ઉપરથી ભારે ડિમાન્ડમાં…

Read More