મોટી ફાફણી ખાતે કોડીનાર ધારાસભ્યનાં અધ્યક્ષસ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામે ખાતે પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ મોટી ફાફણી ખાતે કોડીનાર ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સરકારની વિવિધ યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભો આપવામાં આવ્યા હતા અને વિકસિત ભારત અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા. આરોગ્ય કેમ્પ, ડ્રોન નિર્દશન, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ વિકાસની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મનુ નિર્દશન કરવામાં આવ્યુ હતુ.

      આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ વાઢેર અગ્રણીઓ સર્વ મહેશભાઈ રામ, પ્રતાપભાઈ ડોડીયા, કનુભાઈ લાખોત્રાણા,અમુભાઈ વાજા તથા ફાફણી ગામના સરપંચ ગીતાબેન સભ્યઓ તથા ગામના નાગરિકો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment