હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારેલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા તાલાલા તાલુકાના વિરપુર(ગીર) ખાતે ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલના વાર્ષિક ઉત્સવ “કિલ્લોલ-૨૦૨૩” કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ તકે કેન્દ્રીય મંત્રી એ ભગવત ગીતાના પ્રસંગને ટાકીને જણાવ્યુ હતુ કે, બાળકોને સાભળી અને તેમના મત જાણવો જોઈએ અને તેમને રસ રુચી અનુસાર માતા પિતાએ તેમના ટેલેન્ટને બહાર લાવવુ જોઈએ તેમજ અંતરિયાળ વિસ્તારની સંસ્થાએને પણ શિક્ષણમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને શિક્ષણ ઉપલબ્ધ કરાવવુ જોઈએ. તેમજ વધુમાં જણાવ્યુ હતુ કે બાળકોને માતૃભાષામા શિક્ષણ આપી આપણા શાસ્ત્રોક્ત અને સાંસ્કૃતિક વારસાના ગુણોને સિચન થાય જેનાથી આપણા સામાજીક મૂલ્યો જળવાઈ રહે તેમજ વડાપ્રધાનના નેતૃત્વમા આરોગ્ય સહિતના ક્ષેત્રે વિવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકોને મળી રહ્યા છે વધુમા તેમણે જણાવતા કહ્યુ હતુ કે, આપણે સૌ લોકોએ નાના નાના સંકલ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના વિઝનને સાકાર કરવાનુ છે.
ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ફ્યુઝન ગરબા, યોગ નિદર્શન, સ્વાગત ગીત સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા દાતાઓ, વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ શિક્ષકો સહિતનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, અગ્રણીઓ સર્વ મહેન્દ્રભાઇ પિઠીયા, ઘોડાસર, નિલેશ ધુલેશિયા, વલ્લભભાઈ વડાલિયા, નરસિંહ ભાઈ તેમજ વિવિધ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઓ સહિતના વિદ્યાર્થીઓ અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.