કુડા ગામમાં ચાર મકાનોના પતરા ઉડી જતાં મોટું નુક્સાન….

બનાસકાંઠા,   લાખણી પંથકમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી….. કુડા ગામમાં ચાર મકાનોના પતરા ઉડી જતાં મોટું નુક્સાન…. તબેલાનો સેડ ઉડી બાજુના ત્રણ મકાનો ઉપર પડતા ભારે તબાહી સર્જાઇ… વાવાઝોડામાં પતરા અને નળીયા ભાગીને મુક્કો થઈ ગયા…. છોગાભાઈ કાપડી , ગંગારામ પ્રજાપતિ,અમરત પજાપતી અને જીવાભાઈ પ્રજાપતિ ના મકાનોમાં મોટું નુક્સાન… ભારે પવનને લઈ કાચા રસ્તાઓ માં વૃક્ષો ધરાશાઈ થયા રસ્તા બ્લોક થયા…. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

દાહોદ નગરમાં વધુ બે રેસ્ટોરન્ટને સીલ કરાયા…….

દાહોદ, તા. ૧૫ : દાહોદ નગરમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે નગરપાલિકા અને પોલીસની કાર્યવાહીનાં સતત બીજા દિવસે પણ જારી રહી છે. કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતી જણાયેલી બે રેસ્ટોરન્ટને નગરપાલિકાએ તાળા મરાવી દીધા છે. દાહોદમાં અનલોક-૨માં મળેલી છૂટછાટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી વેપારીઓને શરતોને આધીન વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાઇ છે. ખાસ કરીને ઉપાહાર આપતા નાસ્તાગૃહોને માત્ર ડિલિવરી (પાર્સલ) સેવાઓ થકી જ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં, નગરમાં કેટલીક રેસ્ટોરન્ટ ગ્રાહકોની ભીડ કરીને નાસ્તો આપતી હોવાની ફરિયાદો…

Read More