થરાદમાં દશામાના મંદિરે ભરાતો મેળો બંધ રાખવામા આવેળ છે ……

થરાદ, શેણલનગર સોસાયટી રાજપૂત વાસ માં આવેલ શેણલ માતાના મંદિર પાસે દશામાતા ના મંદિરે દશામાના વ્રત શરૂ થયેલ છે. વર્તમાન સમયમાં કોરોનાનો કહેરનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે, જોકે મહામારીનું સંક્રમણ ન ફેલાય તે માટે મેળાઓ તેમજ જાહેર કાર્યક્રમો બંધ રાખવા જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ત્યારે દરવર્ષે દશામાના મંદિરે ભરાતો મેળો આ વર્ષે મોકૂફ રખાયો હતો. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે થરાદમાં દશામાના મંદિરે અષાઢ માસને અમાવસના દિવસે ભરાતો મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો, જોકે દશામાના મંદિરે ભવ્ય દશામાની મૂર્તિની પધરામણી કરવામાં આવતી હતી પરંતુ આ…

Read More

થરાદ ની નર્મદા ની મુખ્ય કેનાલ બની મોત ની કેનાલ…..

થરાદ ની મુખ્ય કેનાલ માં એક મહિલા એ કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી મોત ને વ્હાલું કર્યું . થરાદ ની નર્મદા ની મુખ્ય કેનાલ બની મોત ની કેનાલ તેવું લાગી રહ્યું છે … થરાદ નજીક થી પસાર થતી ખેડૂતો ની જીવાદોરી સમાન નર્મદા ની મુખ્ય કેનાલ માં જમડા ગામ ની દલિત સમાજ ની મહિલા એ મોત ની છલાંગ લગાવી ઘટના ની જાણ થતા થરાદ ફાયર બ્રિગેડ ની ટિમ વિરમ ભાઈ રાઠોડ ,ધનજી ભાઈ ,સુલતાન ભાઈ મીર ઘટના સ્થળે રવાના.. ઘટના સ્થળે લોકો ના ટોળાં એકઠા થયાં … રિપોર્ટર :…

Read More

રાજકોટ શહેરમાં આજે વધુ ૪ દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા, સારવાર દરમિયાન થયું મોત

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના સવારમાં જ વધુ ૪ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જેમાં ૨ ના સિવિલ હોસ્પિટલમાં અને ૨ ના ખાનગી હોસ્પિટલમાં મોત થયાની માહિતી મળી છે. આજ-રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૦ વર્ષીય ચુનારાવાડ નારણભાઇ વડેચા અને પરસાણાનગરના ૬૦ વર્ષીય ઇશ્વરલાલ દેસવાણીનું મોત નીપજ્યું હતું. જયારે કેશોદના ૬૨ વર્ષીય સજ્જનબા ઝાલા અને ૬૬ વર્ષીય ઇશ્વરલાલનું કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે જીલ્લામાં મુર્ત્યું આંક વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આજે વધુ ૪ ના મોત થતા મોત આંકડો ૨૦ ને વટાવીને ૨૫…

Read More

રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા સાથે અધિક મુખ્યસચિવ પંકજ કુમાર પણ દોડી આવ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાત બાદ આજરોજ ફરી અધિક મુખ્ય સચિવ પણ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટ મુખ્યમંત્રી નું હોમટાઉન હોય અહીં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં તેઓને ખાસ રાજકોટ મોકલવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં તેઓ બપોરના સમયે પહોંચ્યા હતા. તેઓએ જીલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક પણ યોજી હતી. જેમાં જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી એ સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે, સી.આર.પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી વધુ મતોથી ચૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અવશ્ય ખૂબ વિકાસ સાધશે, તેમજ સંગઠનનો વ્યાપ વધશે. ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે સી.આર.પાટીલની નિમણૂંકને સૌ આવકારે છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને સુવિધા મળે તે માટે રાજકોટમાં જ પંજાબ નેશનલ બેંકની સર્કલ ઓફિસને શરૂ કરવામાં આવી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જીલ્લાના ૬૭ બ્રાંચને આવરી લેવામાં આવશે. સર્કલ ઓફિસ રાજકોટમાં જ શરૂ થઈ જતાં હવેથી અમુક રકમની લોનથી વધુની પ્રક્રિયાઓ તેમજ N.P.S સહિતના મુદ્દે ગ્રાહકોને છે ક અમદાવાદ કે મુંબઈ સુધી જવું પડશે નહીં. નોંધનીય છે કે, ગત તા.૧-૭ના રોજ સર્કલ ઓફિસ ધીમી ગતિએ શરૂ થઈ ગઈ હતી. રવિવારે પત્રકારો સાથેની વિશેષ મુલાકાત દરમિયાન સર્કલ હેડ એસ.કે.રાઘવ તેમજ ડેપ્યુટી સર્કલ હેડ ક્રિષ્નાકુમારી તથા લોન ડિપાર્ટમેન્ટના આકાશ વર્મા સહિતના સર્કલ આફિસથી મળનારા ફાયદા અંગે જાણકારી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પંજાબ…

Read More

અબડાસા માં જમીન મુદ્દે નો ઉગ્ર આંદોલન…..

અબડાસા, આજ રોજ તારીખ 21.02.2020 ના રોજ અબડાસા નાયબ ક્લેકટર માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ અને તાલુકા ના ટીમ અને ડુમરા ના ખેડૂતો દ્વારા ડુમરા ગામ ની સીમ માં વર્ષ 1997 માં ના કલેક્ટર નખત્રાણા દ્વારા 11 જેટલા ખાતેદારો ને મળેલ જમીન નો આજે 27 વર્ષે પણ કબજો સોપાયો નથી, એ અંગે આવેદન પત્ર આપવા માં આવ્યું. અને સાથે ઉગ્ર ચીમકી આપવામાં આવી છે જો આગામી 15 દિવસ માં કબ્જો સોંપવા માં નહિ આવે તો જલદ થી જલદ કાર્યક્રમ કરવા માં આવશે. જેની જવાબદારી તંત્ર ની…

Read More

સરકારી તંત્ર અને અનુસુચિત જાતિના લોકો વચ્ચે ઘર્ષણ….

કેશોદ, કેશોદના સરોડમાં ગૌચરની પેશ કદમી હટાવવાનો મામલો સરકારી તંત્ર અને અનુસુચિત જાતિના લોકો વચ્ચે ઘર્ષણ ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરની પેશકદમી હટાવવા કામગીરી દરમીયાન અનુ જાતીના લોકો જેસીબી આડા ઉતર્યા જે જગ્યા પર ગ્રામજનો આરોગ્ય કેન્દ્ર બનાવવા માંગેછે તે જગ્યા પર અનુસુચિત જાતિના લોકો સમાજ બનાવવા પેશકદમી કરી પેશકદમી હટાવતાં થયું ઘર્ષણ તંત્રએ માંગ્યો પુરો બંદોબસ્ત પરંતુ સ્ટાફના અભાવે પેશકદમી બંધ રખાયું ગૌચરની દિવાલ પાડતાં ગ્રામજનો અને અનુ જાતીના લોકો આમને સામને તંત્ર ગામ છોડી ભાગી છુટયું હવે ગામ ભગવાન ભરોસે

Read More

પ્રભાસપાટણના યૂવા અગ્રણીની શહેર ભાજપ મંત્રી તરીકે વરણી ……

પ્રભાસપાટણ, પ્રભાસ પાટણ યૂવા અગ્રણી મૌલીક ભાઈ સુભાષ ભાઈ વયાટા વેરાવળ પાટણ શહેર ભાજપ મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે. મૌલીક ભાઈ વયાટા ની પાર્ટી મા સારી કામગીરી ને કારણે તેમને નાની વય પાર્ટી માં મોટી જવાબદારી ઓ સોંપવામા આવેલ છે. જેમા પ્રથમ સેલના કન્વીનર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ યૂવા ભાજપ મોરચાના ના મહા મંત્રી અને યૂવા ભાજપ મંત્રી ના પ્રમુખ આ તમામ હોદાઓ દરમિયાન પાર્ટી મા સારી કામગીરી કરેલ અને સારી કામગીરી દયાને લઈ વેરાવળ પાટણ શહેર ભાજપ ના મંત્રી પદે નીમણુંક કરવામા આવેલ છે. મૌલીક ભાઈ ની શહેર ભાજપ…

Read More