પ્રભાસપાટણના યૂવા અગ્રણીની શહેર ભાજપ મંત્રી તરીકે વરણી ……

પ્રભાસપાટણ,
પ્રભાસ પાટણ યૂવા અગ્રણી મૌલીક ભાઈ સુભાષ ભાઈ વયાટા વેરાવળ પાટણ શહેર ભાજપ મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે. મૌલીક ભાઈ વયાટા ની પાર્ટી મા સારી કામગીરી ને કારણે તેમને નાની વય પાર્ટી માં મોટી જવાબદારી ઓ સોંપવામા આવેલ છે. જેમા પ્રથમ સેલના કન્વીનર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ યૂવા ભાજપ મોરચાના ના મહા મંત્રી અને યૂવા ભાજપ મંત્રી ના પ્રમુખ આ તમામ હોદાઓ દરમિયાન પાર્ટી મા સારી કામગીરી કરેલ અને સારી કામગીરી દયાને લઈ વેરાવળ પાટણ શહેર ભાજપ ના મંત્રી પદે નીમણુંક કરવામા આવેલ છે. મૌલીક ભાઈ ની શહેર ભાજપ મંત્રી પદે વરણી થતા પ્રભાસ પાટણ વેરાવળ અને તેમના મિત્ર મંડળ દ્વારા અભિનંદન આપેલ છે.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment