મહુવામાં રવિવાર થી હનુમંત હોસ્પિટલ ખાતે કોવિડ 19 સુવિધા શરૂ કરવા માં આવશે

મહુવા, મહુવા મા 26,7,2020 રવિવાર થી હનુમંત હોસ્પિટલ ખાતે કોવિડ 19 સુવિધા શરૂ કરવા માં આવશે. મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર અને જેશર તળાજા ને આ હનુમંત હોસ્પિટલમાં લાભ લય શકશે. આ હોસ્પિટલમાં 30 બેડ ની સુવિધા કરવામાં આવી છે. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Read More

મહુવા માર્કેટયાર્ડ એક મહિના માટે બંધ…..

મહુવા મહુવા માર્કેટયાર્ડ એક મહિના માટે બંધ  કરેલ હોવાથી આથી તમામ ખેડૂત ભાઈઓ/વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસ ના વધતા જતા કેસો ને ધ્યાનમાં રાખીને તારીખ .27/7/2020 ને સોમવારથી તારીખ. 28/8/2020 રવિવાર એક મહિના સુધી માર્કેટયાર્ડ શાકભાજી વિભાગ સિવાય સંપૂર્ણ બંધ રહેશે જેની સર્વોએ નોંધ લેવી. રિપોર્ટર : રાજકુમાર પરમાર,  મહુવા

Read More

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર સીટીના ત્રણ રસ્તા ઉપર અચાનક ચાલતી કારમાં લાગી આગ

અંકલેશ્વર, ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર સીટી માં ત્રણ રસ્તા ઉપર અચાનક ચાલતી કાર માં સોર્ટસરકીટ ના કારણે કાર ના એન્જીન માંથી ધુમાડા ના ગોટે ગોટા નીકળતા આસપાસ માં પબ્લિક નાસભાગ થઇ જવા પામી હતી.પબ્લિક પાણી નો છંટકાવ કરતા કાર માં મોટુ નુકસાન થતા બચી ગયેલ છે. નસીબ જોગે કોઈ જાનહાની થઇ ન હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

તાલુકા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરી…..

દિયોદર, દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થવા પામ્યો છે. જેમાં આવી વિકટ પરિસ્થિતિ ના દિયોદર ખાતે 100 બેડ ની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા તાલુકા પંચાયત ના પ્રમુખે લેખિત માં રજુઆત કરી છે. દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવતા ચિત્રલેખા કુવરબા પ્રવિણસિંહ વાઘેલા એ દિયોદર ગ્રામીણ વિસ્તાર અને દિયોદર શહેર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થઈ રહો છે. જેમાં દિન પ્રતિદિન વધતા જતા કેસો ને ધ્યાને લઇ તાલુકા પંચાયત ના લેટર પેડ પર મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરતા દિયોદર…

Read More

દિયોદર નગરજનો માટે ત્રીજો પાણી નો બોર મંજુર હવે પાણી ને સમસ્યા દૂર થશે

દિયોદર, બનાસકાંઠા જિલ્લા ની સહુ થી મોટી ગ્રામ પંચાયત દિયોદર ખાતે હવે પીવા ના પાણી ની સમસ્યા ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત ની રજુઆત બાદ એકા એક ત્રીજો પાણી નો બોર મંજુર થતા આનંદ ની લાગણી જોવા મળી છે. દિયોદર ગ્રામ પંચાયત કચેરી માં સરપંચ તરીકે દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ફરજ નિભાવી રહા છે. જેમાં કોરોના સંકટ વચ્ચે પણ કોરોના વોરિયર્સ તરીકે ગ્રામ પંચાયત ને લગતી તમામ કામગીરી સામે ઊભા રહી એક સ્વચ્છ ગામ તરીકે તેમની ઓળખાણ બનાવી રાખી છે જેમાં ઘણા સમય થી દિયોદર માં ત્રીજા પાણી…

Read More

રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વિજય દેસાણીએ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થશે તો તેમને પણ ૧ લાખની સહાય કરવામાં આવશે. ૧૧ પરીક્ષા કેન્દ્ર પર ૯૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, સરકાર અને U.G.C ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં ૫૦ ટકા એટલે કે ૧૫ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે…

Read More

રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે. ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. તંત્ર દ્વારા હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે અહી તંત્ર દ્વારા ભોજનની તૈયાર ડિશ આપી દેવામાં આવે છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ઠેબચડા ગામ ખાતે ગત તા.૨૯/૧/૨૦૧૮ ના રોજ ઠેબચડા ગામના દરબાર જ્ઞાતી તથા કોળી જ્ઞાતીના લોકોને જમીન વીવાદ ના પ્રશ્ને ઝઘડો થતા જેમા લખધીરસિંહ નવુભા જાડેજા ઉ.૫૭ રહે. ઠેબચડા ગામ તા.જી. રાજકોટ વાળાને બનાવમાં ગંભીર ઇજાઓ થતા જેઓનું અવસાન થયું હતું. જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ.૩૦૨ વિગેરે મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો હતો. આ ગુન્હામાં બનાવ બાદ કુલ.૧૬ આરોપીઓ અટક કરવામાં આવેલ જે ગુન્હામાં હાલ કુલ.૪ આરોપીઓ નાસતા ફરતા હોય જે બાબતે રાજકોટ પોલીસે આરોપીઓ બાબતે સઘન તપાસ કરી હતી. અને…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાને કારણે ૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૨ નું મોત

રાજકોટ, રાજકોટ શહેર સિવિલના લોકો માટે ભયજનક પરિસ્થિતી ઊભી થઈ છે. આજે મૃત્યુ પામેલા લોકો પૈકી ૫૦ વર્ષીય ગીતાબેન ડાભી અને ૭૧ વર્ષીય ચમનભાઈ સોલંકીનું સિવિલમાં મોત નીપજયું છે. જ્યારે ૮૨ વર્ષીય સોમગીરી ગોસાઇ એ ખાનગી હોસ્પીટલમાં આજે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે મહત્વની બાબત એ છે કે આ ત્રણેય કોરોના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે વધુ એક દર્દીએ કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શહેરના સદર બજારના દાઉદી વ્હોરા વેપારી જાફરભાઈ ભારમલ (ઉ.૫૭) એ કોરોનાના કારણે આજે જીવ ગુમાવ્યો હતો. ગયા…

Read More

કેશોદના ખાનગી પ્લોટમાં નગર પાલિકા જેસીબીનો દુર ઉપયોગ

કેશોદ, શહેરી વિસ્તારથી દુર ત્રણ કલાકથી વધુ સમયથી ચાલતું હતું હતું જેસીબી યુથ કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો પર્દાફાશ જેસીબી ચાલતુ હોય જે જગ્યાએ પહોંચતા જોવા મળ્યું ખાનગી પ્લોટમાં બાવળો દૂર કરતું નગર પાલિકા જેસીબી કોંગ્રેસ હોદેદારોએ નગર પાલિકા પ્રમુખ ચિફ ઓફિસર સહીતના હોદ્દેદારોને કરી ટેલીફોનીક જાણ તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળ્યો જવાબદાર તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કરી માંગ નગરપાલિકા તંત્રને જાણ થતાં પરત બોલાવી લીધું જેસીબી રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More