રાજકોટ શહેરમાં કોરોનાને કારણે ૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૨ નું મોત

રાજકોટ,

રાજકોટ શહેર સિવિલના લોકો માટે ભયજનક પરિસ્થિતી ઊભી થઈ છે. આજે મૃત્યુ પામેલા લોકો પૈકી ૫૦ વર્ષીય ગીતાબેન ડાભી અને ૭૧ વર્ષીય ચમનભાઈ સોલંકીનું સિવિલમાં મોત નીપજયું છે. જ્યારે ૮૨ વર્ષીય સોમગીરી ગોસાઇ એ ખાનગી હોસ્પીટલમાં આજે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે મહત્વની બાબત એ છે કે આ ત્રણેય કોરોના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે વધુ એક દર્દીએ કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શહેરના સદર બજારના દાઉદી વ્હોરા વેપારી જાફરભાઈ ભારમલ (ઉ.૫૭) એ કોરોનાના કારણે આજે જીવ ગુમાવ્યો હતો. ગયા રવિવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ શહેરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જાફરભાઈ ભારમલ રૈયા રોડ પર એમ્પાયર ઇલેક્ટ્રિક નામે દુકાન ધરાવે છે. ત્યારે આજે તેમનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment