ગઢડા તાલુકા ના ઢસામાં નિયમિત રીતે ઉકાળો પીવા માટેના આયોજનમાં સાથ સહકાર આપવો

ગઢડા, ઢસા ગામ તેમજ ઢસા જં માં નિયમિત રીતે ઉકાળો અને આયુર્વેદિક ઔષધ  ઉપલબ્ધ છે અને બધા લોકોએ નાના મોટા બધાને નિયમિત રીતે ઉકાળો પીવડાવામાં આવે છે અને ખાસ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું, ઉકાળો પીધા પહેલા માસ્ક પહેરીને રાખવું, ઉકાળો પીવાથી શરીર માં તંદુરસ્તી રહે છે, આ ઉકાળો આયુર્વેદિક હોવાથી બહુજ ફાયદો આપે છે, આપેલ સરનામાં ઉપર જય ને સાથ સહકાર આપવા વિંનતી છે. નિયમિત સવારે ઉકાળો સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા (સવારે 9 કલાકે) તથા અન્નક્ષેત્ર, ગ્રામ પંચાયત સામે, ઢસા જંકશન (સવારે 7 કલાકે) પીવડાવવામાં આવે છે. 06-07-2020 સોમવાર થી શરૂ…

Read More

રાજકોટ શહેરમાં ચા અને પાનની દુકાનોએ લોકોના ટોળા વળેલા દેખાશે તો તાત્કાલિક અસરથી દુકાનો બંધ કરાવવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં નાગરિકો વધુ ને વધુ સતર્ક રહે અને સરકારની માર્ગદર્શિકાનુ પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ આવશ્યક રીતે જાળવે તે ખુબ જ જરૂરી દેખાય છે. હજુ નાગરિકોમાં આ બાબતો અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી. તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે આવતીકાલથી શહેરમાં જો ચા-પાનની દુકાનો પર ગ્રાહકોના સમૂહ જોવા મળશે. તો એવી દુકાનો જાહેર સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરાવવામાં આવશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ ૨ કેસ નોંધાયા, દિવસે-દિવસે કોરોનાનો કાળો કહેર વરતાય રહ્યો છે

રાજકોટ, રાજકોટ શહેરમાંથી કોરોનાના ૨ પોઝીટિવ કેસ મળી આવ્યા છે. બ્લોક નં.એ-૯, મોમઇ કૃપા, શાંતિવન સોસાયટી-૨, પંચાયતનગર ચોક નજીક રહેતા ૪૦ વર્ષીય રવિરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા અને રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરીનં.-૧, ગોંડલ ચોકડી નજીક રહેતા ૫૮ વર્ષીય વજુભાઈ મગનભાઇ સાનુરાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. ત્યારે વધુ ૨ કેસ નોંધાતા આરોગ્ય વિભાગનો કાફલો વિસ્તારમાં દોડી આવ્યો હતો. અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આજે વધુ ૨ કેસ નોંધાતા. રાજકોટ શહેરમાં આંક ૧૮૭ પર પહોંચી ગયો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરની ગોંડલ ચોકડી પાસે એક યુવક ટ્રાફિકને અડચણરૂપ બની ટ્રાફિક પોલીસની હાજરીમાં જ હાથમાં બંદુક રાખી રૌફ જમાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર ટ્રાફિક શાખાના P.S.I ગીરીશ કાનજીભાઇ રાજ્યગુરૂએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગોંડલ હાઇવે પર ગોંડલ ચોકડીએ ટ્રાફિક પોઇન્ટ પર પોતે ફરજ પર હતા. ત્યારે ઇનોવા કારનં. GJ.૦૩.EC.૧૨૧૩ ના ચાલક ભુપત પીઠા કંટારીયાએ ફરજમાં રૂકાવટી કરી કાર પર ચડી હાથમાં બંદુક રાખી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. તેમજ જેમ ફાવે તેમ બોલી અને જોઇ લેવાની ધમકી આપી હતી. ભુપત ઇનોવા કાર પર ચડી બંદુક દેખાડતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ સમયે એક વૃદ્ધા તેને નીચે ઉતરી જવા…

Read More

રાજકોટ શહેરમાં RMC સેનેટરી ઇન્સ્પેકટર સફાઈ કામદારની હાજરી પુરાવા અંગે રૂ.૬૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેર મહાનગરપાલિકાની હુડકો વોર્ડનં.૧૬ ની ઓફીસ ખાતે કાયમી સ્વીપર તરીકે ફરજ બજાવતા હોય, ફરીયાદીની હાજરી બાબતે આ કામના આક્ષેપિતે ફરીયાદીને ઓન ડયૂટી ગણવાના અવેજ પેટે ફરીયાદી પાસેથી બજરંગવાડી રાજીવનગર, જામનગર રોડ પર રહેતા અને હુડકો વોર્ડનં.૧૬ ઓફીસમાં વર્ગ-૩ ના સેનેટરી ઇન્સ્પેકટરએ ૭,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂા.૬,૦૦૦ આપવાનો વાયદો થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૩/૭/૨૦૨૦ ના હુડકો વોર્ડ ઓફીસ, રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ…

Read More

ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી સરહદી તણાવ ચાલી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અચાનક ચીન સરહદે લેહ પહોંચ્યા હતા

રાજકોટ, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદી તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અચાનક ચીન સરહદે લેહ પહોંચ્યા હતા. એમણે કરેલું ઉદબોધન તો સૈનિકો માટે ઉત્સાહ વધારનાર હતું જ પરંતુ તેની સાથે ઘણા બધા સંકેત પણ સ્પષ્ટ થાય છે. ચીન આપણી સરહદમાં ઘૂસણખોરી કરે છે. તેનો સ્પષ્ટ નિર્દેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે કેટલાક લોકો વિસ્તારવાદી માનસિકતા ધરાવે છે. પરંતુ વિસ્તાર વાદનો યુગ હવે રહ્યો નથી. હવે વિકાસવાદ નો યુગ છે. વિસ્તાર વારની વાત કરનારાઓએ ભૂતકાળમાં પણ માઠા પરિણામો ભોગવ્યા છે. રિપોર્ટર : દિલીપ…

Read More

ભારત બાયોટેક કોલાક્ષીન રસીનું ૭ જુલાઈથી માનવ પરીક્ષણ શરૂ કરાશે માનવ પરીક્ષણ સફળ થયા બાદ તેને બજારમાં મૂકવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૭.૨૦૨૦ ના રોજ ભારત સરકાર ૭ જુલાઈથી આ રસીના માનવ પરીક્ષણ માટે નોંધણી શરૂ કરાશે અને જો માનવ પરીક્ષણમાં આ રસી સફળ થશે તો ૧૫ ઓગષ્ટે આ રસી બજારમાં મળશે. અત્યારની સ્થિતિ જોતા ભારતમાં આ પહેલી સ્વદેશી રસી હશે કેટલાક દિવસો પહેલા હૈદ્રાબાદની ફાર્માકંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને કોલેક્ષીન માટે પ્રથમ અને બીજા તબકકાના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેક અગાઉ પોલીયો, હડકવા, રોટાવાયરસ, જાપાની ઈન્સેફેલાઈરસ, ચીકનગુનીયા અને ઝાડા વાયરસ માટે રસી બનાવી છે. માનવીય પરીક્ષણ ૭ જુલાઈથી શરૂ થશે. અને ત્યારબાદ…

Read More

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પક્ષ ના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરીવાર તરફ થીઅભિનંદન પાઠવ્યા

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પક્ષ ના યૂવા ભાવી ઉત્સાહી યૂવા નેતા પ્રવિણભાઈ, કાનાભાઈ ગઢીયા ની પ્રવૃત્તિ મહામંત્રી વેરાવળ પાટણ શહેર કોગ્રેસ સમિતી, ઉપપ્રમુખ સોશયલ મીડીયા ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ, ઉપપ્રમુખ સોશયલ મીડીયા જૂનાગઢ લોકસભા યૂથ કોંગ્રેસ, પ્રમૂખ લોક સરકાર વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ની સેવા કરે છે અને છેલા પાંચ વર્ષ થી કોંગ્રેસ ના વિચારો અને સિધ્ધાંતો દેશ ના દરેક લોકો સૂધી પહોંચાડવાની કામગીરી ઉત્સાહ પૂર્વક નીભાવેલ છે તેના ફળ સ્વરૂપે રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિગ કમેટી દ્વારા ફારૂક મલિક પેરેડાઈજ ચેરમેન ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી…

Read More

રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી બન્ને આરોપીઓને પકડી પાડેલ છે

રાજકોટ, રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઇ હતી. મુનાફ નામના આરોપી પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા મોબાઇલ અન્ય આરોપી કમલેશ પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. મોબાઇલના બીલની પૂછપરછ કરતા કોઇપણ પ્રકારના કાગળ મળી આવ્યા ન હતા. આરોપી કમલેશની વધુ પૂછપરછ કરતા આ મોબાઇલ ૨૯ જૂનનાં રોજ બીગબઝાર પાછળ સાંઇનગર સોસાયટી પાસે ચાલીને જતી એક મહિલાના હાથમાંથી જૂટ મારીને લઇ લીધેલાની કબૂલાત કરી હતી. તેની સાથે એક્ટીવા પર તેનો મિત્ર સંતોષ ઉર્ફે ગોપાલ પણ હોવાનું…

Read More

રાજકોટ શહેર ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી ૨૬ જુલાઈએ યોજાવાની છે. બેંક ડિરેક્ટર જયેશભાઇ રાદડીયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા સહકારી બેંક ની આજે ચૂંટણી જાહેર થઈ છે. ૧૭ બેઠકો માટે ૨૬ જુલાઈના રોજ આ ચૂંટણી યોજાવાની છે. બેંકના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ૧૭ બેઠક બિન હરીફ સાથે અમે જીતવાના છીએ. રાજકોટ જીલ્લા સહકારી બેન્કની અંદર ચૂંટણી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. જીલ્લાનું સહકારી ક્ષેત્ર, વિઠલભાઈના નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી જીલ્લાના સહકારી ક્ષેત્રના માળખાનું આગેવાનોએ સાથે મળી ને સંચાલન કર્યું છે. રાજકોટ જીલ્લા સહકારી બેન્ક હોઈ, જીલ્લા સંઘ હોઈ, ખરીદ વેચાણ સંઘ, તાલુકા સંઘ…

Read More