રાજકોટ શહેર ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી ૨૬ જુલાઈએ યોજાવાની છે. બેંક ડિરેક્ટર જયેશભાઇ રાદડીયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા સહકારી બેંક ની આજે ચૂંટણી જાહેર થઈ છે. ૧૭ બેઠકો માટે ૨૬ જુલાઈના રોજ આ ચૂંટણી યોજાવાની છે. બેંકના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ૧૭ બેઠક બિન હરીફ સાથે અમે જીતવાના છીએ. રાજકોટ જીલ્લા સહકારી બેન્કની અંદર ચૂંટણી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. જીલ્લાનું સહકારી ક્ષેત્ર, વિઠલભાઈના નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી જીલ્લાના સહકારી ક્ષેત્રના માળખાનું આગેવાનોએ સાથે મળી ને સંચાલન કર્યું છે. રાજકોટ જીલ્લા સહકારી બેન્ક હોઈ, જીલ્લા સંઘ હોઈ, ખરીદ વેચાણ સંઘ, તાલુકા સંઘ ગ્રામ્ય વિસ્તાર સુધીની નાનામાં નાની મંડળી સુધી ક્યાંય ચૂંટણી ન થાય ત્યાં સુધીના હર હમેંશા પ્રયત્ન હોઈ છે. કારણ કે સહકારી ક્ષેત્ર એ ખેડૂતોનું માળખું છે. ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે. જ્યાં ચૂંટણી ન થાય વિવાદ ન થાય ત્યાં કામ કરવાની પણ મજા આવતી હોય છે. આવનારા દિવસોમાં બિનહરીફ જાહેર કરીને આ સંસ્થા ખેડૂતો માટે કામ કરશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment