રાજકોટ,
રાજકોટ શહેર તા.૩.૭.૨૦૨૦ ના રોજ ભારત સરકાર ૭ જુલાઈથી આ રસીના માનવ પરીક્ષણ માટે નોંધણી શરૂ કરાશે અને જો માનવ પરીક્ષણમાં આ રસી સફળ થશે તો ૧૫ ઓગષ્ટે આ રસી બજારમાં મળશે. અત્યારની સ્થિતિ જોતા ભારતમાં આ પહેલી સ્વદેશી રસી હશે કેટલાક દિવસો પહેલા હૈદ્રાબાદની ફાર્માકંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને કોલેક્ષીન માટે પ્રથમ અને બીજા તબકકાના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેક અગાઉ પોલીયો, હડકવા, રોટાવાયરસ, જાપાની ઈન્સેફેલાઈરસ, ચીકનગુનીયા અને ઝાડા વાયરસ માટે રસી બનાવી છે. માનવીય પરીક્ષણ ૭ જુલાઈથી શરૂ થશે. અને ત્યારબાદ તબકકાવાર પરીક્ષણ હાથ ધરાશે. આ તમામ તબક્કે પરીક્ષણ સફળ થશે તો ૧૫ ઓગષ્ટે આ રસી દેશની બજારમાં ઉપલબ્ધ થશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ