રાજકોટ,
રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં નાગરિકો વધુ ને વધુ સતર્ક રહે અને સરકારની માર્ગદર્શિકાનુ પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ આવશ્યક રીતે જાળવે તે ખુબ જ જરૂરી દેખાય છે. હજુ નાગરિકોમાં આ બાબતો અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી. તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે આવતીકાલથી શહેરમાં જો ચા-પાનની દુકાનો પર ગ્રાહકોના સમૂહ જોવા મળશે. તો એવી દુકાનો જાહેર સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરાવવામાં આવશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ