રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ ૨ કેસ નોંધાયા, દિવસે-દિવસે કોરોનાનો કાળો કહેર વરતાય રહ્યો છે

રાજકોટ,

રાજકોટ શહેરમાંથી કોરોનાના ૨ પોઝીટિવ કેસ મળી આવ્યા છે. બ્લોક નં.એ-૯, મોમઇ કૃપા, શાંતિવન સોસાયટી-૨, પંચાયતનગર ચોક નજીક રહેતા ૪૦ વર્ષીય રવિરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા અને રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરીનં.-૧, ગોંડલ ચોકડી નજીક રહેતા ૫૮ વર્ષીય વજુભાઈ મગનભાઇ સાનુરાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. ત્યારે વધુ ૨ કેસ નોંધાતા આરોગ્ય વિભાગનો કાફલો વિસ્તારમાં દોડી આવ્યો હતો. અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આજે વધુ ૨ કેસ નોંધાતા. રાજકોટ શહેરમાં આંક ૧૮૭ પર પહોંચી ગયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment