રાજકોટ શહેરમાં RMC સેનેટરી ઇન્સ્પેકટર સફાઈ કામદારની હાજરી પુરાવા અંગે રૂ.૬૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ,

રાજકોટ શહેર મહાનગરપાલિકાની હુડકો વોર્ડનં.૧૬ ની ઓફીસ ખાતે કાયમી સ્વીપર તરીકે ફરજ બજાવતા હોય, ફરીયાદીની હાજરી બાબતે આ કામના આક્ષેપિતે ફરીયાદીને ઓન ડયૂટી ગણવાના અવેજ પેટે ફરીયાદી પાસેથી બજરંગવાડી રાજીવનગર, જામનગર રોડ પર રહેતા અને હુડકો વોર્ડનં.૧૬ ઓફીસમાં વર્ગ-૩ ના સેનેટરી ઇન્સ્પેકટરએ ૭,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂા.૬,૦૦૦ આપવાનો વાયદો થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૩/૭/૨૦૨૦ ના હુડકો વોર્ડ ઓફીસ, રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ કામના આક્ષેપિતએ ફરીયાદી પાસેથી રૂ.૬,૦૦૦ ની લાંચની રકમ માંગી હતી. એવો આરોપીએ કબૂલાત કરી હતી. બાદમાં રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુન્હો દાખલ કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment