દિયોદર જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા ત્રણ ફરાર

દિયોદર, શ્રાવણ મહિના ની શરૂઆત થઈ છે જેમાં દિયોદર તાલુકા માં જુગાર ધામ માં અડ્ડા ધમધમ્યા છે ત્યારે અનેક જગ્યા પર થી જુગારીયા ઝડપાઇ રહા છે જેમાં દિયોદર પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર પથક માં રેડ કરી જુગાર રમતા ચાર ઈસમો ને ઝડપી પાડ્યા છે॰ જાણવા મળતી માહિતી મુજબ દિયોદર રામપીર મંદિર ના પાછળ ના ભાગે અમુક લોકો એકઠા થઇ જુગાર રમી રહા છે. તેવી બાતમી મળતા દિયોદર પોલીસ દ્વારા બાતમી ના આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં ખુલ્લા માં જુગાર રમતા (૧) ભાવાભાઈ મલાભાઈ ઠાકોર (૨)અશોકભાઈ ઈશ્વરભાઈ વાલ્મિકી (3)પ્રકાશભાઈ…

Read More

રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું

રાજકોટ, રાજકોટ શહેરની માધાપર ચોકડીએ આવેલ વિનાયક વાટિકામાં રહેતા અને ધોરણ.૧૨ માં અભ્યાસ કરતા દર્શન રાજેશભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય તરુણ તેના પિતા રાજેશભાઈ પરમારને નોકરી ઉપર જવાનું હોય જેથી GJ.03.DL ૯૭૮૭ નંબરનું એક્ટિવા લઈને તેના પિતાને મુકવા જતો હતો. માધાપર ચોકડીથી જામનમગર રોડ તરફ જતી વખતે નજીકમાં જ આવેલ પેટ્રોલ પમ્પ ઉપરથી નીકળેલા ઇન્ડિયન ઓઈલના ટેન્કર ચાલકે ટેન્કર પુરપાટ ઝડપે ચલાવી આ પિતા-પુત્રને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અને પિતા-પુત્ર ફંગોળાઈ ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા દર્શનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ…

Read More

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I ગઢવીના ભાઈ અને માતા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ.

રાજકોટ, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I. હિતેષભાઇ ગઢવીના માતા રમાબેન અને મોટાભાઈ જયરાજ્ભાઇને ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના ભાભી જયશ્રીબેન ગઢવી, બહેન નીતાબા મધુભાઈ ગઢવી, ભત્રીજો પૃથ્વીરાજસિંહ ગઢવી અને ભત્રીજી કૃપાબેન ગઢવીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એક જ ગઢવી પરિવારના સાત-સાત સભ્યો પોઝિટિવ આવતા પરિવારની ચિંતા વધી ગઈ હતી. આ ઉપરાંત બે દિવસથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી પરિવારને સુરક્ષતિ રાખવા હોટલમાં જ રોકાણ કરીને રહેતા D.C.B P.S.I હસમુખભાઈ.બી.ધાંધલ્યાએ કોરોના રિપોર્ટ કરાવતા તેઓને પણ પોઝિટિવ આવતા તેઓએ પણ…

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૫૦ ધન્વંતરી રથ શહેરમાં સવારે-સાંજે જુદા જુદા વિસ્તારમાં કાર્યરત કરેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્રારા ધન્વંતરી રથની ટીમ આયુષ મેડિકલ ઓફિસર, M.P.H.W A.N.M અર્બન આશા દ્વારા કાર્યરત છે. ધન્વંતરી રથ નક્કી કરેલા વિસ્તારમાં આશા દ્વારા ઘરે ઘરે સર્વે તથા પલ્સ ઓક્સીમીટર દ્વારા શરીરમાં લોહીમાં ઓકસીજનનું માપ માપવામાં આવે છે. જેમાં શંકાસ્પદ જણાય અથવા તો હાઈરીસ્ક ગ્રુપ હ્રદય, કીડની, કેન્સર, ડાયાબીટીસ, બ્લડસુગર, અન્ય લાંબી બીમારીથી પીડિતને મેડિકલ ટીમ દ્વારા તપાસ કરી જરૂર જણાય તો આરોગ્ય કેન્દ્ર અથવા નિષ્ણાંત ડોકટરો પાસે રીફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આશા દ્વારા ૧.૩૭.૩૮૭ ઘરનો સર્વે કરીને ૩૧૦ લોકોને નિષ્ણાંત ડોકટરો…

Read More

રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી લીફ્ટમાં બે વ્યક્તિને જ પ્રવેશ કરવાની તાકીદ કરી છે

રાજકોટ, રાજકોટ શહેરમાં આવેલ કોમર્શીયલ અને રેસીડેન્ટ એપાર્ટમેન્ટોમાં અંદાજે ૫૦૦૦ થી ૮૦૦૦ લીસ્ટ કાર્યરત છે. એપાર્ટમેન્ટમાં ફ્લોર મુજબ લીફ્ટની સાઈઝ રાખવામાં આવે છે. જેમાં પ થી ૧૦ વ્યક્તિ પ્રવેશપાત્ર હોય છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ ૨ વ્યક્તિ વચ્ચે 3 મીટરનું અંતર રાખવું જોઇએ હોય છે. આથી કોઇપણ પ્રકારની લીફ્ટમાં ફક્ત ૨ વ્યક્તી પ્રવેશી શકે તો જ નિયમોનું પાલન થાય છે. આથી મ્યુનિ. કમિશનરે હવેથી લીફ્ટમાં ૨ જ વ્યક્તિ આવન-જાવન કરી શકશે. તેવી તાકીદ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર એપાર્ટમેન્ટની લીફ્ટ સીલ કરવા સુધીના આદેશ જારી કર્યા છે. કમિશનરે જણાવેલ કેન્દ્ર…

Read More

રાજકોટ શહેર Facebook પોસ્ટ પર કોમેન્ટ કરનાર પટેલ યુવકના કારખાનામાં ર૦ લોકોની બઘડાટી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કારખાનેદાર પ્રતિક ટોપીયાએ આઠેક દિવસ પૂર્વે Facebook ફેન્ડ મેહુલ પાટીદારે મુકેલી પોસ્ટ પર કોમેન્ટ કરી ઇમોજી મુકયું હતું. જયારે સામા પક્ષે જીતેષ તોગડીયાએ ગાળા લખી હતી. ત્યારબાદ આ મેટર પૂરી થઇ ગઇ હતી. એ પછી કારખાનેદારે જીતેષ તોગડીયાને તેના મોબાઇલ નંબર પર ફોન કરી ‘તું શું કામ ગાળો આપે છે’ તે બાબતે બોલાચાલી થયા બાદ ઝડઘો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી જસ્મીન પીપળીયા, જીતેષ તોગડીયા સહીત ર૦ જેટલા માણસો ધારીયા-તલવાર, છરી, ધોકા લઇ વીરાણ અઘાટમાં આવેલા પટેલ કારખાનેદાર ને ત્યાં દોડી…

Read More

રાજકોટ શહેર જેલમાંથી મોબાઈલ મળવાના કેસમાં સીટ દ્વારા વધુ એક કેદીની ધરપકડ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા જેલમાંથી પ્રતિબંધિત એવી તમાકુ, બીડી, ફાકી, મોબાઈલ, સીમકાર્ડ, બેટરી અને ચાર્જર સહિતની વસ્તુઓ અવારનવાર મળતી હતી. જેથી સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠવા પામતા હતા. દરમિયાન આ પ્રતિબંધિત વસ્તુઓ મળવાની ઘટનામાં મૂળ સુધી પહોંચવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સીટની રચના કરી હતી. જેમાં A.C.P પ્રમોદ દિયોરા, પ્ર.નગર P.I એલ.એલ.ચાવડા, P.S.I બી.વી.બોરીસાગર અને D.C.B. P.S.I એચ.બી.ધાંધલ્યાની નિમણુંક કરાઈ હતી. દરમિયાન ૪ જૂનના રોજ જેલમાંથી મળેલા મોબાઈલના I.M.E.I નંબર આધારે C.D.R મેળવી ચકાસણી કરતા જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા વાલ્મીકીવાડીના સાવન ઉર્ફે લાલી…

Read More

રાજકોટ શહેરમાં પોલીસથી બચવા સોફામાં ૮૧ બોટલ દારૂ છુપાવનાર બુટલેગર ઝડપાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર યુનિવર્સીટી P.I આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હરપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા અને અજયભાઇ ભૂંડિયાને મળેલી બાતમી આધારે રાજેશભાઈ મિયાત્રા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશભાઈ ડાંગર અને કૃષ્ણદેવસિંહ ઝાલાને સાથે રાખીને રૈયા રોડ ઉપર સેલ્સ હોસ્પિટલ પાછળ રૈયારાજ શેરીનં.૨ માં રહેતા અને ડ્રાયવિંગ કરતા હમીર મરકીભાઇ ઝાલાના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીએ સોફામાં દારૂ છુપાવ્યો હોય તે પાછળથી ખોલીને જોતા અંદરથી જુદા જુદા બ્રાન્ડની મોંઘીદાટ દારૂની ૮૧ બોટલ મળી આવતા હમીર ઝાલાની ધરપકડ કરી…

Read More

ટીક-ટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા-ચા-ચા નામની બનાવી એપ્લિકેશન.

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ ભારતીય બનાવટની એપ્લિકેશન મેદાનમાં આવી ગઇ છે. ચાઈનીઝ છોડી લોકો ભારતીય બનાવટની એપ્લિકેશન અપનાવી રહ્યા છે. આ ટીક-ટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા-ચા-ચા નામની બનાવી એપ્લિકેશન. ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સ્ટ્રાઈકના ભાગરૂપે ચાઇનાની ૫૯ જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે ૫૯ એપ્લિકેશનમાં નાનેરા થી લઈ મોટેરા સુધી સૌ કોઈમાં પ્રખ્યાત એવી tiktok એપ્લિકેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, આજે સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં માત્ર એક જ દિવસમાં ૫૦ કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજે પ્રથમ વખત એક સાથે ૩૩ કેસ સામે આવતા હલચલ મચી ગઇ છે. ત્યારે અત્યાર સુધીમાં ૮૮૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વધુ ૪૮૦ દર્દીઓ હજુ સારવાર લઇ રહ્યા છે. ત્યારે એક સારી બાબત એ છે કે આજે વધુ ૧૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રિપોર્ટર…

Read More