દિયોદર,
શ્રાવણ મહિના ની શરૂઆત થઈ છે જેમાં દિયોદર તાલુકા માં જુગાર ધામ માં અડ્ડા ધમધમ્યા છે ત્યારે અનેક જગ્યા પર થી જુગારીયા ઝડપાઇ રહા છે જેમાં દિયોદર પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર પથક માં રેડ કરી જુગાર રમતા ચાર ઈસમો ને ઝડપી પાડ્યા છે॰ જાણવા મળતી માહિતી મુજબ દિયોદર રામપીર મંદિર ના પાછળ ના ભાગે અમુક લોકો એકઠા થઇ જુગાર રમી રહા છે. તેવી બાતમી મળતા દિયોદર પોલીસ દ્વારા બાતમી ના આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં ખુલ્લા માં જુગાર રમતા (૧) ભાવાભાઈ મલાભાઈ ઠાકોર (૨)અશોકભાઈ ઈશ્વરભાઈ વાલ્મિકી (3)પ્રકાશભાઈ રાવતાભાઈ વાલ્મિકી (4)નરેશભાઈ નેમાભાઈ વાલ્મિકી ને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસે થી રૂપિયા 2830 ના રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં જુગાર રમાડતા (૧) ગેમીબેન ડાયાભાઈ માળી (૨) વિષ્ણુભાઈ ડાયાભાઈ માળી (૩) નરેશભાઈ વિરમાભાઈ વાલ્મિકી ફરાર થઈ ગયા હતા. જે અંગે ફરાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે. જેમાં દિયોદર પથક માં પણ હવે શ્રાવણ મહિના માં જુગાર ધામ ધમતું હોવાનું દેખાઈ રહું છે.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર