જામ વંથલી,
જામનગર જીલ્લાના જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા ગુજરાત સરકારે કોરોના સામેની લડાઈના ભાગ રૂપે છેવાડાના લોકો માટેની આરોગ્ય સુવિધા માટે ધનવંતરી રથ નો શુભારભ પસાયા ગામેથી કરવામાં આવ્યો . અને આજ થી જુલાઈ માસ ડેગ્યું વિરોધી માસ અન્વયે જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ દ્રારા ઘરે ઘરે સર્વે કરી ડેગ્યું ને મ્હાત કરવા માટે કામગીરી કરવામાં આવી. ડેગ્યું , મેલેરિયા, ચિકનગુનિયા રોગચાળો અટકાવવા માટે પી.એચ.સી.હેઠળ આવતા ૧૮ ગામોમાં કર્મચારીઓ દ્રારા વાહકજન્ય રોગચાળો અટકાવવા પગલા લઈ રહ્યા છે. હોમ ટુ હોમ સર્વેની કામગીરી , ગપી ગબુચીયા માછલી મુકવી, તાવના કેશ ને સ્થળ ઉપરજ સારવાર તેમજ આરોગ્ય શિક્ષણ દ્રારા લોકોને રોગ અટકાયતી પગલાની જાણકારી આપવામાં આવે છે.
ગામોમાં ડેંગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા રોગ ન ફેલાઈ એમાટે ઘરના વપરાશના પાણીના ટાંકી ટાંકા ઢાકવા, નકામો અગાસી પરના ભંગાર નો નિકાલ કરવો, પાણીથી ભરાયેલ ખાડા ખાબોચિયા પૂરી દેવા, આરોગ્ય ની ટીમ સર્વે માટે આવે ત્યારે ગ્રામજનો એ સહકાર આપવો મચ્છર ન થાય તે માટે ખુલા પાણીના વપરાશના ટાંકામાં એબેટનામની દવા નાખવામાં આવે છે જે થી કરીને મચ્છરજન્ય રોગથી બચી શકાય છે.
મોટા સ્થિર પાણી ભરાયેલ પાણીમાં ગપી, ગ્બુચીયા માછલી મુકેવી આં કામગીરી નું મોનીટરીંગ સફળ બનાવવા માટે પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર ડો.એસ.એચ.ધમસાણીયા તથા ધનવંતરી રથના ટીમ લીડર ડો.ચિરાગ દોમડીયા અને તાલુકાના ટી.એમ.પી.એસ.વરુભાઈ.પી.એચ.સી.ના એમ.પી.એસ. કે.એચ.રાઠોડ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા