ગીર સોમનાથ જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

પ્રજાજનોને તેમના પ્રશ્નોનો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉકેલ માટે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેને અનુલક્ષી ગીર સોમનાથમાં ફેબ્રુઆરી મહિનામાં તા. ૨૨/૦૦૨/૨૦૨૩ના રોજ બુધવારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ ગુરૂવારે સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે.

તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે-તે ગામના તલાટીને દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ, ઈણાજ તેમજ તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરીને સીધા પણ રજૂ કરી શકશે.

Related posts

Leave a Comment