વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/રવિ પાકમાં તુવેર પાક માટે રૂ. ૬૬૦૦/- અને ચણા પાક માટે રૂ.૫૩૩૫/- ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.  જેની ખરીદી આગામી તા.૧૦-૦૩-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે.

આ ખરીદી અન્વયે તા.૦૧-૦૨-૨૦૨૩ થી તા.૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડ ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર ૭ અને ૮-અ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ તેમજ પાક વાવણી અંગેના પુરાવા માટે ગામના નંબર ૭-૧૨ અથવા તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક ખાતાની વિગતો નોંધણી સમયે પોતાની સાથે લઇ જવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment