સિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના સિહોર ગામની સર્વે નં ૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૮/૦૯/૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન ૬ ગુજરાત બટાલીયન એન.સી.સી. ભાવનગર યુનીટનો એટીસી-૧ અને એટીએસ-૨ કેમ્પ સિદસર મુકામે યોજાવાનો હોવાથી કેડેટ માટે ફાયરીંગ પ્રેક્ટીસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ ૧૩૧ મુજબ સજા થશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment