અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર કારોબારીની બેઠક યોજાઈ

વાંકાનેર,

વાંકાનેર ખાતે અત્રેની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘવાંકાનેર કારોબારીની બેઠક બોલાવવામાં આવી સૌ પ્રથમ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની નીતિરીતિ,ગતિ ગરિમાની સમજ આપી હતી,અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ વાંકાનેર તાલુકા શૈક્ષિક સંઘે દરેક સભ્યોને ઉત્સાહ પૂર્વક સદસ્યતા અભિયાનમાં લાગી જવાની અને શિક્ષકોના હિતો માટે તત્પર રહેવાની હાકલ કરી હતી ત્યારબાદ નવનિયુક્ત ટી.પી.ઈ.ઓ. સી.સી.કાવરને સન્માનિત કરાયા હતા અને એમને પોતાના વક્તવ્યમાં શિક્ષકોના એકપણ પ્રશ્ન પેન્ડિંગ નહી રહે એવી ખાત્રી આપી હતી અંતમાં દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક સંઘે સૌને સાથે લઈ,સૌ શિક્ષકોના હિતોની રક્ષા કરવાની અને મહાસંઘની વિચારધારાની સમજ આપેલ અને તાલુકાના પ્રશ્નો જેવા કે 1,વિદ્યા સહાયકની એસ.પી.એલ. , 2,દશ વર્ષના બોન્ડ 3,જી.પી.એફ.એકાઉન્ટ મોરબી જિલ્લામાં ટ્રાન્સફર કરવા , 4, એસ.એમ.સી.ને આપવામાં આવતી શાળા સંયુક્ત ગ્રાન્ટની ખરીદીમાં પાંચ હજાર ઉપર ત્રણ ભાવ લેવા અંગે., 5,શિક્ષકોને મેડી ક્લેઈમ મળવા બાબત , 6,શિક્ષકોને આઈ.ડી.કાર્ડ આપવા બાબત , 7,સાતમા પગાર પંચ મુજબ અન્ય ભથ્થા મળવા બાબત વગેરે પ્રશ્નો કારોબારીના સભ્યોએ રજૂ કર્યા અને દિનેશભાઈ વડસોલા એ યોગ્ય જગ્યાએ રજુઆત કરી યોગ્ય ઉકેલ આવે એ માટેના પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી, કાર્યક્રમમાં કિરણભાઈ કચરોલા મહામંત્રી શૈ.મહાસંઘે હાજરી આપી હતી અને સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા હસુભાઈ મકવાણા આચાર્ય રામકૃષ્ણ તાલુકા શાળાએ કરી હતી એમ હિતેશભાઈ પાંચોટીયા જિલ્લા અને નિરવભાઈ બાવરવા તાલુકાના પ્રચાર મંત્રીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સી.બી. બાબરીયા, વાકાનેર

Related posts

Leave a Comment