દિયોદર પાલડી મીઠી ગામે થી સગીરા નું લગ્ન કરવાના ઇરાદે અપહરણ

દિયોદર

દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે એક 14 વર્ષ ની સગીરા ને લગ્ન કરવાના ઇરાદે સુઇગામ તાલુકા ના લીબુણી ગામ નો ઈસમ લલચાવી ફોસલાવી ભગાડી જતા પોલીસ મથક ખાતે અપહરણ ની ફરિયાદ નોંધાઈ છે. દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે એક 14 વર્ષ ની સગીરા રાત્રી ના સમય પોતાના ના રહેઠાણ મકાન માં સૂતી હતી તે સમય સુઇગામ તાલુકા ના લીંબૂણી ગામે રહેતો ધનરાજ ગંગારામ ઠાકોર સગીરા ને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો, જેમાં સગીરા ના પરિવારજનો વહેલી સવારે જાગતા તેમની દીકરી જોવા ના મળતા પરિવારજનો એ આજુ બાજુ સગા સબધી ને ત્યાં તપાસ કરી હતી જેમાં સુઇગામ ના લીંબુણી ગામ નો ઈસમ ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરા ના પરિવારજનો એ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ ની ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment