આઈ સી ડી એસ સાખા દિયોદર દ્વારા 1થી 7 ઓગસ્ટ 2020 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાશે

દિયોદર,

બાળકોમાં સ્તનપાનના મહત્વના કારણે ૧૯૯૨ થી વિશ્વભરમાં ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે દિયોદર તાલુકામાં ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “સ્તનપાન નું સમર્થન કરીયે, તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” થીમ આધારિત વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સપ્તાહ દરમિયાન ૧ થી ૭ ઓગસ્ટમાં માતા બનવાની શક્યતાવાળા બહેનોને સોશ્યલ અંતર સાથે તેમના ઘરે વ્રુક્ષા રોપણનુ આયોજન કરવામાં આવશે તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ટેલિફોનીક સંવાદ કરીને પ્રસુતિ માટેની પુર્વ તૈયારી અને પેમ્પલેટ દ્વારા સ્તનપાન નું મહત્વ સમજાવશે. સપ્તાહ દરમિયાન ખૂબ સુંદર પ્રવુત્તિઓ કરવામાં આવશે. જેમાં ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં માતા બને તેમના ઘરે ૧ છોડ આપવામાં આવશે. તથા છોડીની કાળજી અંગેની સમજ આપવામાં આવશે. જેમ છોડ ઉછેર દ્વારા બાળક ઉછેરની કાળજી તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો સંદેશ અપાશે. જેમ જેમ બાળક ઉછરશે તેમ તેમ કાળજી લેવાથી વ્રુક્ષ પણ મોટું થશે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment